Get The App

વીમા કંપનીઓને બચાવવા માટે પાક ધીરાણનાં પરીપત્રમાં ગોટાળો

- ખંભાળીયા કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર

- પરીપત્રમાં યોગ્ય સ્પષ્ટતા કરવા ઉપરાંત દ્વારકા જિલ્લામાં લીલો દૂષ્કાળ જાહેર કરીને ખાસ પેકેજ આપવા માંગણી

Updated: Jul 10th, 2020

GS TEAM

Google News
Google News
વીમા કંપનીઓને બચાવવા માટે પાક ધીરાણનાં પરીપત્રમાં ગોટાળો 1 - image


ખંભાળિયા, તા. 10 જુલાઈ, 2020, શુક્રવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે હાલ વરસી ગયેલા અતિવૃષ્ટિ જેવા વરસાદ વચ્ચે ખેડૂતોને થતી હાલાકી મુદ્દે કિશાન નેતાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને એક સવિસ્તૃત પત્ર મુખ્યમંત્રીને સંબોધીને આપવામાં આવ્યો છે. પાક ધિરાણના મુદ્દે પાક વીમા કંપનીઓને બચાવવા રાજ્ય સરકાર આ અંગેના પરિપત્રમાં જરૂરી સ્પષ્ટતા કેમ નથી કરતી? તેવો વેધક સવાલ ઉઠાવાયો છે. 

આ પત્રમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં નક્કી કરેલા જોખમો સામે રક્ષણ આપવા માંગ પણ કરાઈ છે. અતિવૃષ્ટિ બાબતે પાકવીમાં કવચ મેળવવા અરજી કોને કરવી તે રાજ્ય સરકાર જાહેર કરે તેવી પણ રજૂઆત સાથે વાવણી પહેલાના જોખમ, વાવણી પછી ના જોખમ સામે અરજી ક્યાં કરવી? તે મુદ્દે ચોખવટ તેમજ જે ખેડૂતોએ પાકવીમા પ્રીમિયમ ભર્યું છે. અતિવૃષ્ટિના કારણે પાકને નુકશાન છે એવા ખેડૂતોએ અરજી કોને કરવી ?,  ખેડૂતોએ વીમા પ્રીમિયમ ભરી દીધું છે પણ વીમા પોલિસી રસીદ શા માટે આપવામાં નથી આવી?, ધિરાણ ભર્યા વગર પાકવિમો કેમ સ્વીકારવામાં નથી આવતો? તેવા સવાલો પણ કરવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા વર્ષનો સરેરાશ વરસાદ ૬૪૦ મિલિમિટર નોંધાયો છે. ત્રણ જ દિવસમાં ૯૩૧ મિલિમિટર જેટલો વરસાદ ખાબક્યો છે. જેથી દ્વારકા જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી સ્પેશિયલ પેકેજ આપવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય મંત્રી સમક્ષ આ પત્રમાં તા. ૩૧ ઓગસ્ટ સુધી પાક ધિરાણ બાબતે સ્પષ્ટતા કરવા અને પરિપત્ર અંગે સ્પષ્ટતા કરવા માંગ કરાઈ છે. આ ઉપરાંત અસ્પષ્ટતાવાળી પાક વીમા સહિતની જાહેરાતથી અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. સરકારની આવી અસમંજસવારી જાહેરાતોથી ખેડૂતો હાલાકીમાં મુકાઈ રહ્યા છે. પાકવીમા કંપનીઓને બચાવવા માટે કદાચ રાજ્ય સરકાર સ્પષ્ટતા નથી કરતી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

આ પત્રમાં પ્રધાનમંત્રી પાકવીમાં યોજનામાં નક્કી કરેલા જોખમો સામે રક્ષણ આપવા માંગ પણ કરાઈ છે. જિલ્લામાં કેટલાક સ્થળોએ અતિવૃષ્ટિ બાબતે પાકવીમાં કવચ મેળવવા અરજી કોને કરવી તે રાજ્ય સરકાર જાહેર કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. વાવણી પહેલાના જોખમ, વાવણી પછી ના જોખમ સામે અરજી ક્યાં કરવી ?, જે ખેડૂતોએ પાકવીમાં પ્રીમિયમ ભર્યું છે અતિવૃષ્ટિના કારણે પાકને નુકશાન છે એવા ખેડૂતોએ અરજી કોને કરવી ? વિગેરે મુદ્દે જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે.

Tags :