સાબરકાંઠામાં પ્રેમિકાને મળવા આવેલા યુવકનાં કપડાં કાઢી ગામમાં ફેરવ્યો, પોલીસે પ્રેક્ષક બની તમાશો જોયો
Sabarkanatha News: સાબરકાંઠાના છેવાડા ગામોમાં અવાર-નવાર તાલિબાની સજા આપવામાં આવતી હોવાની ઘટનાઓ સામે છે. આ વિસ્તારમાં જાણે પ્રેમ કરવો ગુનો હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આવો જ એક કિસ્સો સાબરકાંઠાથી સામે આવ્યો છે. જ્યાં પ્રેમિકાને મળવા આવેલો યુવક ઝડપાઇ જતાં ગ્રામજનોને તેને માર મારી અને કપડાં ઉતારી આખા ગામમાં ફેરવ્યો હતો. એટલું જ નહી યુવક પાસે માફીપત્ર પણ લખાવવામાં આવ્યું હતું. તેમછતાં આ સમગ્ર પોલીસ મૂક પ્રેક્ષક બની બનીને તમાશો જોયો હતો અને યુવકની પોલીસ ફરિયાદ લીધી ન હોવાની વાત સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઇડરના જાદરના ચડાસણા ગામે યુવકને તાલિબાની સજા આપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાત જાણે એમ છે કે યુવક પ્રેમિકાને મળવા આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનોએ તેને પકડી પાડ્યો હતો અને તેના કપડાં ઉતારીને ગામમાં ફેરવ્યો હતો. એટલું જ નહી યુવકને માર મારવામાં આવતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ ઘટના બે દિવસ અગાઉની છે, પરંતુ હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ સમગ્ર મામલે યુવકે પોલીસ ફરિયાદ લીધી ન હતી.
તો બીજી તરફ પ્રેમિકા પરણિત છે અને તેને યુવક મળવા આવ્યો હોવાની પણ વાત સામે આવી છે. તો યુવતીના સાસરીયાઓએ બન્નેને નિવસ્ત્ર હાલતમાં પકડી પાડયા હતા, સાબરકાંઠા એસપીએ ઈડર પોલીસને ગુનો નોંધવા માટે આદેશ આપ્યા છે.