Get The App

મહુવા તાલુકાના તાવીડા ગામના તલાટી-કમ-મંત્રીને સસ્પેન્ડ કરાયા

Updated: May 22nd, 2025

GS TEAM

Google News
Google News
મહુવા તાલુકાના તાવીડા ગામના તલાટી-કમ-મંત્રીને સસ્પેન્ડ કરાયા 1 - image


- દાઠા પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડ થયાને 48 કલાક વીતી જતા

- અગાઉ રાણીવાડા ગ્રામ પંચાયતના ચાર્જમાં રહેલ તલાટીએ ચાર્જમાં નહોતા ત્યારે પેઢીનામામાં સહીસિક્કા કરી આપ્યા હતા

ભાવનગર : હાલ મહુવા તાલુકાના તાવીડા ગામે ફરજ બજાવતા અને અગાઉ રાણીવાડા ગ્રામ પંચાયતના ચાર્જમાં રહેલ તલાટી-કમ-મંત્રીએ રાણીવાડા ગ્રામ પંચાયતમાં ચાર્જમાં નહોતા ત્યારે પેઢીનામામાં સહીસિક્કા કરી આપવાના પ્રકરણમાં દાઠા પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડ થયાને ૪૮ કલાકનો સમય વીતી જતા તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. 

 આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનમાં ગઈ તા.૧૮ ફેબુ્રઆરી, ૨૦૨૫નાં રોજ આઈપીસી કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં તપાસ દરમિયાન ખોટા બનાવટી પેઢીનામામાં રાણીવાડા ગ્રામ પંચાયતમાં અગાઉ ચાર્જમાં રહેલ તલાટી-કમ-મંત્રી મુકેશ મહેશભાઇ સોલંકીએ પોતે ચાર્જમાં ન હોય તે દરમિયાન સહી સિક્કા કરેલ હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. જેથી આ ગુનામાં તેની આરોપી તરીકે ગઈ તા.૧૬ મે, ૨૦૨૫નાં રોજ ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાનમાં, તેમની ધરપકડનો સમયગાળો ૪૮ કલાક કરતા વધુ થતા મહુવા તાલુકાના તાવેડા ગુ્રપના તલાટી-કમ-મંત્રી મુકેશ મહેશભાઇ સોલંકીને ફરજમોકૂફ કરવાનો આદેશ કરાયો છે. 

Tags :