Get The App

ગીર સોમનાથના વેરાવળ-તાલાળા સહિતના વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો

Updated: Jun 8th, 2025

GS TEAM

Google News
Google News
ગીર સોમનાથના વેરાવળ-તાલાળા સહિતના વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો 1 - image

Earthquake in Gir Somnath: ગુજરાતના સૌરાષ્ટ્રમાં રવિવારે (08 જૂન 2025)ના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા, વેરાવળ સહિત ગ્રામ્ય પંથકમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી લગભગ 19 કિમી ઈસ્ટ-નોર્થ ઈસ્ટ દિશામાં નોંધાયું છે.

9:15 કલાકે આંચકો અનુભવાતા સમગ્ર પંથકમાં લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી ગયા હતા. આસપાસના ગામડાઓમાં પણ આંચકાની અસર જોવા મળી હતી. જો કે, કોઈ જાનહાની કે માલમિલકતના નુકસાનીના અહેવાલો પ્રાપ્ત થયા નથી.