જામનગરમાં ખ્યાતિ પ્રાપ્ત મહોરમની ઉજવણી માટે તાજીયાઓને અપાતો આખરી ઓપ
મહોરમથી જ ઇસ્લામના નવા વર્ષનો આરંભ થાય છે. આ વખતે ઇસ્લામના 1447માં વર્ષનો પ્રારંભ થયો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા 'હઝરત ઈમામ હુસૈન સાહેબ'ની શહાદતની યાદમાં મહોરમ માસ દરમિયાન કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. મહોરમ માસ દરમિયાન જામનગર શહેરમાં કલાત્મક તાજિયા બનાવામાં આવે છે. સુન્ની દારૂલ કઝા અને ચાંદ કમિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે, જે અનુસાર આગામી તારીખ 6 જુલાઈ રવિવારના રોજ યૌમે આશુરા મનાવવામાં આવશે, અને આ જ દિવસે તાજીયા ટાઢા થશે.
અત્રે નોંધનીય છે કે મહોરમ એટલે કે, કરબલાની પવિત્રતમ કુરબાનીને યાદ કરવાનો અવસર છે તે અનુસાર દસ દિવસ સુધી ઠેક ઠેકાણે શહીદોની શાનમાં તકરીર તથા ન્યાઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને મુસ્લિમ વિસ્તારમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.