ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના વિજેતા ખેલાડીઓને સન્માનિત કરાયા
ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા એમએસયુ ખાતે ત્રી દિવસીય બીજી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2025નું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું ગઈકાલે સમાપન થતા ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને મેરિટ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. ધ્યાન વસાવડા અને શેલી પટેલે પુરુષ અને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો જ્યારે ચિરાગ ગોલાનિયાનું ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ટીટીએબીના પ્રમુખ અને ભૂતપૂર્વ સંસદ સભ્ય જયાબેન ઠક્કર , કાઉન્સિલર રશ્મિકા વાઘેલા તથા ભૂતપૂર્વ જિલ્લા રમતગમત વિકાસ અધિકારી જયેશ ભાલાવાલા ,આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી , સેક્રેટરી કલ્પેશ ઠક્કર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.