Get The App

નડિયાદમાં 8 મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
નડિયાદમાં 8 મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ 1 - image


Nadiad Corona news : નડિયાદમાં 8 મહિનાની બાળકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. બાળકી બિમાર થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તે કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. ત્યારે તંત્રએ સર્વે શરૂ કરવા સાથે ભૂતકાળમાં કોરોનાની તૈયારીઓ યથાવત્ હોવાથી તેની ચકાસણી કરી છે. 

નડિયાદમાં એક 8 મહિનાની બાળકી કોરોના સંક્રમિત આવી છે. બાળકી બિમાર થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાદમાં ડૉક્ટર દ્વારા તેના રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા હતા. જે પૈકી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં આ મામલો આરોગ્ય વિભાગને ધ્યાને આવતા તત્કાલ બાળકીના પરીવારજનોને આઈસોલેટ કરાયા છે. 

સાથે જ તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. તંત્ર દ્વારા શંકાસ્પદ જણાતા તમામ દર્દીઓના કોરોના ટેસ્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલ નડિયાદ સિવિલ, ખેડા અને ડાકોર સિવિલમાં પણ આ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આરોગ્ય અધિકારી વી. એસ.ધ્રૂવે જણાવ્યું હતું કે, બહારથી કેસ આવશે કે કોઈ દર્દી કે વ્યક્તિમાં લક્ષણ જણાશે, તો તેમના ટેસ્ટ કરવામાં આવશે. હાલ આપણી પાસે જિલ્લામાં દવાઓનો પૂરતો સ્ટોક છે. 

વેન્ટીલેટર સાથે ઓક્સિજનની પણ પુરતી વ્યવસ્થા છે. સાથે જ સિવિલ હોસ્પિટલ્સમાં તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે. આ સાથે જ ભૂતકાળમાં કોરોના વખતે કરવામાં આવેલી તૈયારીઓ યથા સ્થિતિ છે. જેથી તંત્ર કોઈ પણ સ્થિતિમાં પહોંચી વળવા માટે તૈયાર છે. નાગરિકો પણ સાવચેતી રાખે અને લક્ષણ જણાતા ચકાસણી કરાવે તેવી અપીલ કરાઈ છે.

Tags :