ગુજરાત હાઈકોર્ટના 7 નવા જજનો શપથગ્રહણ સમારોહ યોજાયો, CJ સુનિતા અગ્રવાલે લેવડાવ્યા શપથ
Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટને મળેલા 7 નવા જસ્ટિસનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે 7 ન્યાયિક અધિકારીઓને ન્યાયાધીશના શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણ સમારોહમાં કાયદા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી હતી. અગાઉ હાઇકોર્ટમાં 31 જસ્ટિસ હતા, પરંતુ હવે 7 નવા જસ્ટિસ મળતાં આ સંખ્યા વધીને 38 થઈ ગઈ છે.
7 નવા જજની યાદી
લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા
રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી
જયેશ લાખણશીભાઈ ઓડેદરા
પ્રણવ મહેશભાઈ રાવલ
મૂળચંદ ત્યાગી
દીપક મનસુખલાલ વ્યાસ
ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ