Get The App

વડતાલ ધામમાં મકરસંક્રાંતિ પર 310 ગાયોનું વિશેષ પૂજન, લાડુ, સુખડી, લીલો ચારો ખવડાવામાં આવ્યો

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
વડતાલ ધામમાં મકરસંક્રાંતિ પર 310 ગાયોનું વિશેષ પૂજન, લાડુ, સુખડી, લીલો ચારો ખવડાવામાં આવ્યો 1 - image


Vadtal Dham: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલધામમાં મકરસંક્રાતિના શુભ પર્વે મંદિરની નુતન ગૌશાળામાં સંતો તથા હરિભક્તો દ્વારા 310 ગાયોની પૂજા કરવામાં આવી, મંદિરની ગાયોને ઘઉંની ઘૂઘરીનો લાડુ,સુખડી,લીલો ચારો ખવડાવવામાં આવ્યો,  સાથે-સાથે પવિત્ર ધનુર્માસમાં પ્રભાતફેરી તથા ધુનની પૂર્ણાહુતિ થઈ હતી. 

વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ કહ્યું કે, 'ગોમતી તીરે આવેલી નૂતન ગૌશાળામાં 310 ગાયોનું સંતો તથા હરિભક્તો ધ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. ગૌશાળાનું 5 વર્ષથી જતન કરતા પવિત્ર સ્વામીનું ચેરમેનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

વડતાલ ધામમાં મકરસંક્રાંતિ પર 310 ગાયોનું વિશેષ પૂજન, લાડુ, સુખડી, લીલો ચારો ખવડાવામાં આવ્યો 2 - image

હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો

ઉત્તરાયણના દિવસે વિશેષ રૂપમાં લક્ષ્મીનારાયણદેવનો શણગાર કરવામાં આવ્યો હતો, સવારે હજારો હરિભક્તોએ આરતી અને પ્રસાદનો લાભ લીધો હતો.  1 હજાર કિલો બોરનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, સંક્રાતિકાળ હોવાથી તલના લાડુ,શેરડી,લીલાચણા (પોપટી) પણ ધરાવવામાં આવ્યા હતા. 

વડતાલ ધામમાં મકરસંક્રાંતિ પર 310 ગાયોનું વિશેષ પૂજન, લાડુ, સુખડી, લીલો ચારો ખવડાવામાં આવ્યો 3 - image

ઝોળીપર્વનું અનેરૂ મહત્વ 

સ્વામિનારાયણસંપ્રદાયના મંદિરોમાં ઝોળી પર્વનું અનેરૂ મહત્વ છે. સંતો તથા હરિભક્તો દ્વારા ઘરે-ઘરે જઈ ઝોળી પર્વ  ઉઘરવવામાં આવે છે. ભક્તો તલ-ચોખા-ઘઉ તથા રોકડ રકમ અને વસ્ત્રોનું દાન કરે છે