Gujarat

વડોદરામાં આજથી તા.૨ ઓકટો. સુધી સ્વચ્છોત્સવ પખવાડિયું

By GS TEAM
16 Sep 20251 min read
વડોદરામાં આજથી તા.૨ ઓકટો. સુધી સ્વચ્છોત્સવ પખવાડિયું

વડોદરા,વડોદરા કોર્પોરેશન દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓકટોબર સુધી શહેરમાં સ્વચ્છોત્સવ પખવાડિયાની ઉજવણી કરાશે.

તા.૧૭ના રોજ સાંસ્કૃતિક ઉત્સવમાં પરંપરાગત પ્રદર્શન સાથે સ્વચ્છ ભારત સાંસ્કૃતિક ફેસ્ટ ઉજવાશે. તા.૧૮ના રોજ સ્વચ્છતા રેલી થશે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ જોડાશે. તા.૧૯ના રોજ યોગ શિબિર થશે. યોગ શિબિર બાદ તેમાં જોડાયેલા લોકો સ્વચ્છતા અભિયાન કરશે. તા.૨૦ના રોજ સ્વચ્છ વોર્ડ સ્પર્ધા યોજાશે. તા.૨૧ના રોજ શૈક્ષણિક સંસ્થાની ભાગીદારીમાં શાળા-કોલેજોમાં સ્વચ્છતા રેલી થશે. તા.૨૨ના રોજ સાઇકલોથોન અથવા મેરેથોનમાં સ્વચ્છતાના શપથ લેવડાવાશે. તા.૨૩ના રોજ વોલ પેન્ટીંગ ડ્રાઇવ યોજાશે. તા.૨૪ના રોજ સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા સેલ્ફી પોઇન્ટ ઇન્સ્ટોલેશન અને માનવ સાંકળ રચવામાં આવશે. તા.૨૫ના રોજ સફાઇમિત્ર સુરક્ષા શિબિર એક દિવસ-એક કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન કરાશે. તા.૨૬ના રોજ વૃક્ષારોપણ ઝુંબેશ, તા.૨૭ના રોજ સ્વચ્છ ફૂડ સ્ટ્રીટમાં વેપારીઓ વચ્ચે સ્વચ્છતા અંગે સ્પર્ધા, તા.૨૮ના રોજ સ્વચ્છતા જાગૃતિ માટે શેરી નાટક, તા.૨૯ના રોજ ઝીરો વેસ્ટ ઇવેન્ટને પ્રોત્સાહિત કરાશે, તા.૩૦ના રોજ સ્વચ્છતા સંવાદ, તા.૧ ઓકટો. ના રોજ વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ અને તા.૨ના રોજ સ્વચ્છત ભારત દિન ઉજવાશે.