Gujarat

તળાજા શહેરમાં ઉભરાતી ગટરોથી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા

By GS TEAM
14 Jun 20262 mins read
તળાજા શહેરમાં ઉભરાતી ગટરોથી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા

ગંદકીના ફોટા વાયરલ, દંડનીય કાર્યવાહની બાબત સભા પુરતી સિમિત

નગરપાલિકાને ગ્રાન્ટ ફાળવાતી હોવા છતાં ગંદકીની સમસ્યા યથાવત ઃ ચૂંટાયેલા સભ્યોનું મૌન

તળાજાતળાજા શહેરમાં છેલ્લા લાંબા સમયથી ઉભરાતી ગટરોથી નગરજનો તોબા પોકારી ગયા છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અલગ ગ્રાન્ટ ફાળવાય છે. અદ્યતન સાધનો હોવા છતાતં શહેરની દુર્દશાથી વેપારી અને રાહદારીઓમાં કામ નહીં થતા રોષની લાગણી ફેલાવા પામી છે અને હવે આ ગંદકી સશ્યલ મિડીયામાં પણ વાઈરલ થઈ છે.

તળાજાના શિવાજીનગરમાં વારંવાર ઉભરાતી ગટરતી ગંદકી જાહેર રોડ પર બે કિમી સુધી ફેલાય છે. તો આ સાથે દુર્ગંધના કારણે નજીકના રહેવાસીઓ અને વેપારીઓ પણ તોબા પોકારી ગયા છે જ્યારે જાહેર રોડ પર આ ગંદુ પાણી વહેતા રાહદારીઓ કે શાળાએ જતા બાળકોને પણ સાવચેતી રાખવી પડે છે. જે લાંબા સમયની સમસ્યા હોય તેની તસ્મિર પણ વાયરલ થતા તંત્ર ટીકાપણ  બન્યું છે. નગરપાલિકાએ સફાઈના અદ્યતન સાધનો હોવા છતાં અને આ અંગેની ફરીયાદો કરવા છતાં સફાઈ નહીં થતા સાશકોની અણઆવડત કે નમાલી નેતાગીરી અંગે પ્રશ્નો ઉઠયા છે.

આ ઉપરાંત જાહેરમાં પાણી ઢોળી ગંદકી ફેલાવનારા સામે દંડનીય કાર્યવાહી અંગે સામાન્ય સભામાં નિર્ણય લેવાયો હતો પરંતુ આ નિર્મય આ ચાર દિવાલમાં જ સિમીત રહ્યો છે. તો અન્ય બનાવમાં ગર્લ્સ સ્કુલના પાછળના ભાગે કાયમ ગંદકી રહેતા સપાઈ કર્મચારી પોતાનું કામ કરતા ન હોય ઉલ્ટા આ અમારા જિલ્લામાં નતી આવતું એવા ઉડાઉ જવાબો આપી દિલદગડાઈ કરી રહ્યા છે. ત્યારે આ સમસ્યાનો પણ કાયમી ઉકેલ લાવવા લોકમાંગ ઉઠવા પામી છે.