એસ.વી.પી.હોસ્પિટલમાં કેન્સરથી પીડીત બે બાળકો ઉપર લીવરની સફળ સર્જરી
રાજકોટના બેડીના ૧૩ વર્ષના બાળકનું છ કલાક ઓપરેશન ચાલ્યું
અમદાવાદ,શુક્રવાર,16 મે,2025
એસ.વી.પી.હોસ્પિટલ ખાતે રાજસ્થાનના બાંસવાડાના બે વર્ષના બાળક તથા રાજકોટના બેડી વિસ્તારના
તેર વર્ષના બાળક ઉપર લીવરની સફળ સર્જરી કરાઈ હતી. રાજકોટના બાળકનુ છ કલાક સુધી
ઓપરેશન ચાલ્યુ હતુ. ઓપરેશન દરમિયાન આ બાળકના લીવરનો ૫૦ ટકા ભાગ કાઢી નાંખવામાં
આવ્યો હતો.હાલ આ બંને બાળકો સ્વસ્થ છે.
બાંસવાડાના બે વર્ષના રોનક કટારાને કેન્સર હોસ્પિટલ અમદાવાદ
ખાતે કીમોથેરાપીના ચાર ડોઝ અપાયા હતા.બીજી મેના રોજ ઓપરેશન માટે એસ.વી.પી.હોસ્પિટલ
ખાતે લવાયો હતો.હોસ્પિટલની પીડીયાટ્રીક સર્જરી ટીમ દ્વારા કેન્સરના ભાગને દુર કરવા
જમણીબાજુ લીવરના ભાગ ઉપર સર્જરી કરાઈ હતી.રાજકોટના બેડી ગામના મોહમંદહુસેન અન્સારી
નામના ૧૩ વર્ષના બાળકને ૬મેના રોજ એસ.વી.પી.હોસ્પિટલમાં કેન્સરની સર્જરી માટે દાખલ
કરાયો હતો.પીડીયાટ્રીક વિભાગના વડા ડોકટર સુધીર ચંદના,ડોકટર ઉર્વિશ પરીખ
તથા ડોકટર રામેન્દ્ર શુકલાના માર્ગદર્શન હેઠળ છ કલાક ચાલેલા ઓપરેશન દરમિયાન બાળકના
લીવરનો ૫૦ ટકા ભાગ કાઢી લેવામાં આવતા બાળક ગંભીર સ્થિતિમાં આવી ગયુ હતુ.બાળક
સામાન્ય સ્થિતિમાં આવતા તેને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.