ગ્રાહક તરીકે કિશોરોને મોકલ્યા, પાન પાર્લર વાળાએ સિગારેટ સહિત નશાકારક તમાકુ આપી
પોલીસે તમાકુ નિયંત્રક અંર્તગત ડ્રાઇવ ઃ શૈક્ષણિક સંસ્થા નજીક બેરકોટોક પાનના ગલ્લા
પાન પાર્લર પર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન
અમદાવાદ,બુધવાર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સગીરોને નશાના રવાડે ચઢાવવા માટે અગાઉ વ્યવસ્થિત રેકેટ ચાલતું હતું. જે તે સમયે પોલીસે દરોડો પાડીને ગાંજો, ડ્રગ્સ સહિતની નશીલા પદાર્થો સાથે લોકોને પકડયા હતા અને આવા કિશોર અને યુવકોને નશાની ચૂગાલમાંથી છોડાવવાના માટે પ્રયાસો કર્યો હતા. ગઇકાલે પૂર્વના મોટા ભાગના વિસ્તારોમાં પોલીસે તમાકુ નિયંત્રણ અંતર્ગત ડ્રાઇવ રાખી હતી અને સગીરોને પૈસા આપીને પાનના પાર્લર ઉપર સિગારેટ સહિત નશાકારક તમાકુ લેવા મોકલતાં પાન પાર્લરવાલાઓએ રૃપિયા કમાવવની લાહ્યમાં નિયનો નેવે મૂકીને સિગારેટ સહિત નશીલા પદાર્થો આપતાં પોલીસે આવા પાર્લર સંચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગના તમાકુ વેચતા પાનના ગલ્લા શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ ધમધમતા હતા.
પૂર્વમાં ઇસનપુર, દાણીલીમડા, વટવા, નારોલ,રામોલ નરોડા, શાહીબાગ મેઘાણીનગર સહિતના વિસ્તારમાં પાન પાર્લર પર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન
પૂર્વ વિસ્તારમાં અગાઉ નશીલી શિરપના જથ્થા પકડાયા હતા તેમજ ડ્રગ્સ તથા ગાંજા જેવા નશીલા પાદાર્થોનું બેરોકટોક વેચાણ થતુ પોેલીસે પકડયું હતું. બીજીતરફ ગઇકાલે પોલીસે પૂર્વ વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અંતર્ગત ડ્રાઇવ રાખી હતી. જેમાં વટવા વિસ્તારમાં ગુજરાતી શાળા પાસે આવેલા શક્તિ ટી સ્ટોલ ઉપર છટકું ગોઠવીને એક કિશોરને ૫૦ રૃપિયા આપીને સિગારેટ લેવા મોકલતાં ચાની કીટલી ધરાવતા શખ્સે કંઇપણ જાતની પૂછપરછ કર્યા વગર ૧૮ વર્ષની નાની ઉંમરના સગીરને સિગારેટ આપી હતી જેને લઇને વટવા પોલીસે વટવામાં ખાતે રહેતા ટી સ્ટોલ ધરાવતા યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એટલું જ નહી પોલીસે ઇસનપુર, દાણીલીમડા, વટવા, નારોલ,રામોલ નરોડા, શાહીબાગ મેઘાણીનગર સહિતના વિસ્તારમાં પાન પાર્લર ઉપર કિશોરોને રૃપિયા આપીને તમાકુ લેવા મોકલતા તમામ સ્થળે તમાકુ નિયંત્રણ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સગીરોને રૃપિયા આપીને પાનના પાર્લર સિગારેટ સહિત નશાકારક ચીજવસ્તુઓ લેવા માટે મોકલતાં કમાવવની લાહ્યમાં નિયનો નેવે મૂકીને સિગારેટ સહિત નશીલા પદાર્થોે આપતાં પોલીસે આવા પાર્લર સંચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.