Get The App

તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન!

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન! 1 - image


Ahmedabad Vehicle Tax News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વાહન ડીલરો માટે નાગરિકો વતીથી વ્હિકલ ટેકસ ભરવા ઓનલાઈન મોડયુલમાં કેટલીક શંકાસ્પદ એન્ટ્રીઓ મળી આવી છે. જેમાં બિલમાં છપાયેલ રકમ કરતા ઓછો વ્હિકલ ટેકસ હોય,જે વાહનનો વ્હિકલ ટેકસ ભર્યો હોય તેના બદલે બીજા વાહનનુ બિલ અપલોડ કર્યુ હોય.

આ પ્રકારની અન્ય બાબતોને ધ્યાનમાં લઈ વ્હિકલ ટેકસ ભરવા સંદર્ભમાં ડીલરને જ સીધી નોટિસ મળે એ પ્રકારનો પ્રોગ્રામ બનાવાયો છે. બીજી તરફ  શહેરમાં રુપિયા 25 લાખથી વધુ કિંમતના વાહનો ધરાવતા પરંતુ વ્હિકલ ટેકસ નહીં ભરનારાઓની યાદી નંબર સાથે જાહેર કરાશે. બાકી વ્હિકલ ટેકસ નહીં ભરાય તો જે તે વાહન ધારકના વાહન પણ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરાશે.

રેવન્યુ કમિટીની બેઠકમાં  રુપિયા 25 લાખથી વધુ કિંમતના વાહનો કે જે વ્હિકલ ટેકસ ભર્યા વિના વપરાશમાં લેવામાં આવી રહયા છે તેનો  સર્વે કરી આ પ્રકારના વાહનો અલગથી તારવી  બાકી વ્હિકલ ટેકસ વસૂલવા કડક કાર્યવાહી કરવા  નિર્ણય કરાયો હતો. કમિટીના ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલાએ કહ્યું, કોર્પોરેશન દ્વારા લેવામા આવતા વ્હિકલ ટેકસ માટે વર્ષ-2023 માં શહેરમાં અંદાજે 15 હજાર વાહનોનો વ્હિકલ ટેકસ ભરાયો નહીં હોવાનુ  ધ્યાનમાં આવ્યું હતું.

જે પછી 21 ઓકટોબર-23થી વ્હિકલ ટેકસ વિભાગ દ્વારા જે તે ડીલરનુ રજિસ્ટ્રેશન કરી નાગરિકો વતીથી વ્હિકલ ટેકસ ભરવા ઓનલાઈન વ્હિકલ ટેકસ ભરવાનુ મોડયુલ તૈયાર કરાયુ હતુ. આ મોડયુલમાં ડીલરો દ્વારા નાગરિકો વતીથી વ્હિકલ ટેકસ ભરતી વખતે  તેઓ દ્વારા જે તે વાહનનું બિલ, ઈનવોઈસ અપલોડ કરવાનુ હોય છે. અપલોડ કરાયેલા ઈનવોઈસ પૈકી કેટલાક કેસમાં વેરિફિકેશન કરાતા બિલના બદલે આધારકાર્ડ, પાન કાર્ડ કે વાહનનો ફોટો મુકયો હોય, બિલ ખુબ જ ઝાંખુ હોય કે પછી બિલમાં અમુક આંક ઓછા હોય એ પ્રકારની શંકાસ્પદ એન્ટ્રીઓ જોવા મળી હતી.

આ બાબતને ધ્યાનમાં લઈ વ્હિકલ ટેકસ વિભાગ દ્વારા જે તે ડીલરના લોગઈનમા જ ઓનલાઈન નોટિસ ડિલિવર કરવા નિર્ણય કર્યો છે. ડીલર દ્વારા નિર્ધારિત સમયમાં નોટિસ સંદર્ભમાં કોઈ પગલા લેવામા નહી આવે તો કોર્પોરેશન ઓનલાઈન વ્હિકલ ટેકસ મોડયુલમાંથી ડીલરનુ રજિસ્ટ્રેશન રદ કરશે. ઓનલાઈન નોટિસ જનરેશન મોડયુલથી શંકાસ્પદ એન્ટ્રીઓનો ત્વરીત નિકાલ થઈ શકશે.

Tags :