Get The App

વેરાવળ GIDCમાં કામ કરતી દલિત સમાજની દીકરીનું શંકાસ્પદ મૃત્યુ, મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઇન્કાર

Updated: Feb 2nd, 2025


Google News
Google News
વેરાવળ GIDCમાં કામ કરતી દલિત સમાજની દીકરીનું શંકાસ્પદ મૃત્યુ, મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઇન્કાર 1 - image


Veraval News : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ GIDCની અંદર કારખાનામાં કામ કરતી એક દલિત સમાજની દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નીપજ્યું. સમગ્ર ઘટના મામલ જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી. જામનગર સિવિલ ખાતે યુવતીનું પીએમ કરવામાં આવ્યું. જ્યારે પરિવાજનોએ કેટલીક માગો મુકીને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. 

વેરાવળ GIDCના કારખાનામાં યુવતીનું શંકાસ્પદ મોત

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, 'વેરાવળ GIDCના કારખાનામાં દલિત સમાજની દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નીપજ્યું. હાલ તેમનું PM કરાવવા માટે જામનગર સિવિલમાં લાવવામાં આવ્યા હતા. દીકરીનું PM થઈ ગયું છે, પરંતુ પીડિત પરિવારે જ્યાં સુધી પોતાની માંગણી સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી છે.'

શું છે પરિવારની માગ?

1. કંપની પાસે સેફ્ટીના કોઈ સાધનો કે કંપનીનું કોઈપણ રજીસ્ટર ના હોવાથી તેને બંધ કરવામાં આવે.

2. કંપનીના માલિક પર એફ.આર.આઇ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે.

3. પીડિત પરિવારને 10 લાખનું વળતર આપવામાં આવે.

આ પણ વાંચો: સાયબર ક્રાઇમના ગુનામાં પશ્ચિમ કચ્છ LCB પોલીસની મોટી કાર્યવાહી, બે આરોપીની ધરપકડ

મેવાણીએ પોસ્ટમાં જણાવ્યું કે 'એક મા પોતાની દીકરીની ડેડ બોડી લઈ જામનગર સિવિલમાં ન્યાયની માંગણી માટે બેઠી છે. ખરેખર આ પ્રશાસન માટે શરમ જનક ઘટના કહેવાય. જામનગર જિલ્લાની સૌ ન્યાયપ્રિય જનતાને સિવિલ હોસ્પિટલ જામનગર ખાતે એકઠા થઇ પીડિત પરિવારને ન્યાય અપાવવા અપીલ.'

વેરાવળ GIDCમાં કામ કરતી દલિત સમાજની દીકરીનું શંકાસ્પદ મૃત્યુ, મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઇન્કાર 2 - image


Tags :