અમરેલી-જાફરાબાદમાં 3 સિંહબાળના શંકાસ્પદ મોત, વનમંત્રી અને DCFના વિરોધાભાસી નિવેદનો
Amreli News : અમરેલી જિલ્લાના જાફરાબાદના કાગવદર નજીક 3 સિંહબાળના શંકાસ્પદ રીતે મોત નીપજ્યા હતા. જેમાં રાજુલા જાફરાબાદ બંને રેન્જની બોડર માંથી 25 દિવસ પહેલા સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વનવિભાગ દ્વારા જાફરાબાદ રેન્જના 4 જેટલાં સિંહબાળ પાઠડા-કોવાયા નજીકથી રેસ્ક્યુ કરીને બાબરકોટ એનિમલકેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. સિંહબાળના શંકાસ્પદ મોતને લઈને વનમંત્રી અને નાયબ વન સંરક્ષક (DCF)ના વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે.
વનમંત્રી મુળુ બેરાએ શું કહ્યું?
જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક 3 સિંહબાળના શંકાસ્પદ રીતે મોત મામલે ગઈકાલે વનમંત્રી મુળુ બેરાએ કહ્યું હતું કે, '3 સિંહણ અને 6 જેટલાં સિંહબાળના બ્લડ સેમ્પલ લઈને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને રોગ અંગે તપાસ કરવામાં આવી રહી છે. સિંહબાળના મોત કારણ જાણવા લઈને જૂનાગઢ કોલેજના વેટરિનરી ડૉક્ટર તપાસ કરી રહ્યા છે.'
'એનીમિયા-ન્યુમોનિયાના કારણે સિંહબાળના મોત થયા હોઈ શકે...'
જ્યારે DCF જણાવ્યું હતું કે, 'પ્રાથમિક રિપોર્ટના આધારે એનીમિયા અથવા ન્યુમોનિયા હોવાના કારણે સિંહબાળના મોત થયા હોઈ શકે છે. જોકે, મોતનું સ્પષ્ટ કારણ જાણવા તપાસ ચાલી રહી છે. આમ કોઈ રોગ નથી કે મોટી મહામારી નથી. સિંહબાળને આઇસોલેશનમાં રાખ્યા ન હતા.'
આ પણ વાંચો: સુરતમાં આપઘાતની વધુ એક ઘટના: શિક્ષકે બે પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ
અમરેલી-જાફરાબાદ રેન્જમા શંકાસ્પદ સિંહબાળના મોત બાદ ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે. MLA હીરા સોલંકીએ કહ્યું કે, 'ભૂતકાળમાં ધારીમાં ખૂબ મોટો વાયરસ આવ્યો હતો, જેના કારણે સિંહોના મૃત્યુ થયા હતા. સિંહોની વસ્તીગણતરી દરમિયાન સૌથી વધુ અમરેલી જિલ્લામાં સિંહો નોંધાયા છે.'