વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કબજે કરેલ શંકાસ્પદ 1300 કિલો જથ્થો ગૌમાંસનો હોવાનું ખુલ્યું
Vadodara : વડોદરા રેલવે સ્ટેશન પરથી પસાર થતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં 30, એપ્રિલના રોજ રેલવે પોલીસે કબજે કરેલો જથ્થો 1300 કિલો શંકાસ્પદ માંસ હોવાનું એફએસએલ તપાસમાં બહાર આવ્યું છે.
તા.30, એપ્રિલના રોજ અમૃતસરથી બોમ્બે સેન્ટ્રલ તરફ જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં શંકાસ્પદ માંસનો જથ્થો લઇ જવામાં આવતો હોવાની માહિતીના આધારે જીવદયા પ્રેમીઓ તેમજ રેલવે તંત્ર દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર આવેલી ટ્રેનમાં તપાસ કરતાં 16 પાર્સલ મળી આવ્યા હતા. આ તમામ પાર્લસમાં આશરે 1300 કિલો શંકાસ્પદ માંસ હોવાનું મળી આવ્યું હતું. જેથી તમામને જપ્ત કરવામાં આવ્યા હતા. તે બાદ આ માંસ કયા પશુનું છે, તે જાણવા માટે સેમ્પલને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ માંસ ગૌવંશનું હોવાનું બહાર આવતાં હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.