વડોદરા: યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારનાર પૈકી એક પરિચિત હોવાની આશંકા

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News
વડોદરા: યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારનાર પૈકી એક પરિચિત હોવાની આશંકા 1 - image


વડોદરા, તા. 15 નવેમ્બર 2021 સોમવાર

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ ઉપર અઢાર વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. દરમ્યાન આ યુવતી પર બળાત્કાર ગુજારનાર બે પૈકી એક શખ્સ પરિચિત હોવાની માહિતી બહાર આવી છે. 

પોલીસ દ્વારા આ શખ્સની શોધખોળ બાદ તેની પૂછપરછમાં સત્ય હકીકત બહાર આવે તેવી શક્યતા છે પોલીસનું એવું માનવું છે કે યુવતીએ બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ જે ડાયરીમાં કર્યો તે ડાયરીનું છેલ્લું પેજ કેમ ફાડી નાખ્યું અને તે આધારે કદાચ કોઈ પરિચિત હોય તેવી આશંકા પોલીસ કરી રહી છે.


Google NewsGoogle News