Gujarat

રૃા.૧૫ લાખના તોડકાંડ અને દારૃના કેસમાં વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણને આજે કોર્ટમાં રજૂ કરાશે

By GS TEAM
29 Jul 20251 min read
રૃા.૧૫ લાખના તોડકાંડ અને દારૃના કેસમાં  વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણને આજે કોર્ટમાં રજૂ કરાશે

વડોદરા, તા.29 કરજણ તાલુકાના સાંપા ગામ પાસેના એક્સપ્રેસ હાઇવે પરથી દારૃનો જથ્થો ભરેલું ટેન્કર ઝડપી પાડવાના અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં ઝડપાયેલા સ્ટેટ વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરના કાલે રિમાન્ડ પૂરા થતાં તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે સાજણ આહિરને કાલે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તેની પાસેથી કેટલાંક પુરાવા મેળવવાના બાકી છે જે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વધુ રિમાન્ડ માટે પ્રયત્નો  હાથ ધરાશે. વિજિલન્સના કોન્સ્ટેબલ સાજણ આહિરની વધુ તપાસ માટે જિલ્લા પોલીસ દ્વારા  બનાવવામાં આવેલી સીટ દ્વારા વિવિધ મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જામખંભાળીયા ગયેલી ટીમને સાજણનો મોબાઇલ મળ્યો ન  હતો જ્યારે જૂનાગઢ ગયેલી ટીમને આંગડિયા પેઢીમાંથી સાજણે મોકલેલા પૈસા લેવા આવનાર શખ્સના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જે પોલીસે કબજે કર્યા હતાં. પરંતુ ગાંધીનગરની આંગડિયા પેઢીમાંથી પોલીસને સીસીટીવી ફૂટેજ મેળવવામાં સફળતા મળી ન હતી. સીટ દ્વારા વિવિધ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.

દરમિયાન સાજણ આહિરના બેંક એકાઉન્ટોની પણ વિગતો મેળવીને પોલીસ દ્વારા બેંકો પાસેથી વિગતો એકત્ર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.