Get The App

સ્પામાં ચાલતા કારોબારના મામલે જીમખાના સંચાલક બાદ વધુ એક શકમંદ વહીવટદાર યુવકની શંકાસ્પદ ભૂમિકા

માનસી સર્કલ પાસેના સ્પામાં ચાલતા કારોબારનો મામલો

સ્પા સંચાલક દ્વારા મસાજના નામે ગેરકાયદે દેહવિક્રય કરવામાં આવતો હોવાનો વાયરલ વિડીયોના મામલે વિવાદ થયો હતો

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
સ્પામાં ચાલતા કારોબારના મામલે જીમખાના સંચાલક બાદ વધુ એક શકમંદ વહીવટદાર યુવકની શંકાસ્પદ ભૂમિકા 1 - image

અમદાવાદ, શુક્રવાર

શહેરના માનસી સર્કલ પાસે આવેલા વૈભવ ટાવર સ્થિત ઝેન સ્પામાં મસાજના નામે દેહવિક્રયનો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ થવાના મામલે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. ત્યારે સ્પાનો સંચાલક પ્રિન્સ હાલ અંડર ગ્રાઉન્ડ થઇ ગયો છે. બીજી તરફ સ્થાનિક પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના અધિકારીઓએ આ મામલે ભેદી મૌન રાખવાની સાથે  ભીનું સંકેલાય જાય તે માટે તેમના વહીવટદારથી માંડીને કેટલાંક શકમંદ લોકોને કામે લગાવ્યા છે.

જેમાં જીમના સંચાલક ગૌરવ નામના વ્યક્તિએ આ મામલો વધારે ન ઉછળે તે માટે આકાશ પાતાળ એક કર્યા હતા. ત્યારબાદ હવે વધુ એક યુવકની શંકાસ્પદ ભૂમિકા પણ સામે આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ શેબાન નામના એક યુવકને સક્રિય કરાયો છે. જે વિડીયો વાયરલ થતો અટકાવવાથી માંડીને ગાંધીનગર સુધી તપાસમાં કોઇ પુરાવા ન મળે તે માટે પ્રયાસ કરવાની સાથે કેટલાંક લોકો ધમકાવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

સ્પામાં ચાલતા કારોબારના મામલે જીમખાના સંચાલક બાદ વધુ એક શકમંદ વહીવટદાર યુવકની શંકાસ્પદ ભૂમિકા 2 - imageઝેન નામના સ્પા  સેન્ટરનો વિડીયો વાયરલ થયો હતો.. જેમાં સ્પા માટે આવતા ગ્રાહકોને એકસ્ટ્રા સર્વિસ લેવી હોય તો જ મસાજ કરાવવા માટે મોકલતા હતા.. આ માટેનો રેટ રિસ્પેશન પર જ નક્કી કરવામાં આવતી હતી અને યુવતીઓને પણ સ્પાના સંચાલકને કમિશન આપવું હતુ.

વિ્સ્તાર પ્રમાણે એક્સ્ટ્રા સર્વિસ સાથેનો દર પાંચ હજારથી સાત હજારનો હોય છે .જેમાં ગ્રાહકોને સ્થાનિક પોલીસથી માંડીને એજન્સીઓની કોઇ રેડ નહી પણ પડે તેની ખાતરી આપવામાં આવતી હતી.