રેલવે સ્ટેશન પરથી ૮ મોબાઇલ ફોન સાથે શકમંદ ઝડપાયો
ત્રણ મહિનામાં રેલવે પોલીસે ગૂમ થયેલા ૧૬૨ મોબાઇલ ફોન શોધી કાઢ્યા
વડોદરા,રેલવે એલ.સી.બી.પોલીસે રેલવે સ્ટેશન પરથી ૮ મોબાઇલ ફોન સાથે સુરતના એક શકમંદને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રેલવે સ્ટેશન પરથી રેલવે એલ.સી.બી.એ સુરતના સલાબતપુરા ખાતે ડી.કે.એમ. હા.સો.માં રહેતા શોએબખાન ઐયુબખાન પઠાણને શકમંદ હાલતમાં ઝડપી પાડયો હતો. તેની પાસેથી પોલીસને ૮ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે અંગે તે સંતોષકારક જવાબ આપી નહીં શકતા મોબાઇલ ફોન ચોરી હોવાની આશંકા સાથે પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. છેલ્લા ત્રણ મહિનામાં ઓનલાઇન રજિસ્ટર્ડ થયેલા ગૂમ મોબાઇલ ફોન પૈકી ૧૬૨ મોબાઇલ ફોન પોલીસે રિકવર કરી જે - તે મોબાઇલ ધારકને પરત આપ્યા છે.