અદ્ભૂત નજારો! દર વર્ષની જેમ આ વર્ષે પણ કોબામાં મહાવીર સ્વામીના લલાટે શોભ્યું સૂર્ય તિલક
Mahavir Swami Surya Tilak: ગાંધીનગર જિલ્લાના કોબા ખાતે ભગવાન મહાવીરસના લલાટે એકવાર ફરી સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. હકીકતમાં કોબા ખાતે જૈન આરાધના કેન્દ્રમાં દર વર્ષે આ ઘટના બને છે. ગુરૂવારે (22 મે) મહાવીર સ્વામીના લલાટે સૂર્ય તિલકનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ રાજ્યના 12થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 24x7 કંટ્રોલરૂમ શરૂ કરવા સરકારની સૂચના
મહાવીર સ્વામીના લલાટ પર સૂર્ય તિલક
નોંધનીય છે કે, દર વર્ષે 22 મેના દિવસે આ પ્રકારની આ ઘટના બને છે, જેમાં મહાવીર સ્વામીના લલાટ પર સૂર્ય તિલક કરવામાં આવે છે. ગુરૂવારે બપોરે 2 વાગ્યે 7 મિનિટે આ અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. આ વિશ્વનું એકમાત્ર જિનાલય છે જ્યાં આ પ્રકારે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે.
આ પણ વાંચોઃ વડોદરાની ચિત્રકૂટ સોસાયટીની ગેરકાયદે પાંચ દિવાલો પર બુલડોઝર ફર્યું : મંગળ બજારમાં નાસભાગ
આ દેરાસરનું નિર્માણ એ પ્રકારે કરવામાં આવ્યું છે, જેમાં દર 22 મેના દિવસે બપોરે 2:07 મિનિટે મહાવીર સ્વામીના લલાટ પર સૂર્યતિલક થાય છે. આ સમય પણ ખૂબ ખાસ છે કારણ કે, કૈલાસસાગરસૂરીશ્વરદી મહારાજના આ જ દિવસે બપોરના 2 વાગ્યે 7 મિનિટે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.