વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી સંદર્ભે લારી-ગલ્લાઓ અને શાકમાર્કેટોનો સર્વે કરાશે
Vadodara Corporation : વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર્સને યોગ્ય જગ્યાઓ ફાળવી શકાય તેમજ પાર્કિંગની નવી પોલિસી માટેની જગ્યાઓ નક્કી કરવા એક સમિતિની રચના કરવામાં આવી છે, જેની બેઠક કોર્પોરેશન ખાતે મળી હતી.
આ સમિતિના વડા કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) છે. આ કમિટી સ્ટ્રીટ વેન્ડર્સ માટેના તેમજ પાર્કિંગ પોલિસી નક્કી કરવા માટેના નીતિ નિયમો બનાવવા, નવી જગ્યાઓ શોધવી અને વૈકલ્પિક વ્યવસ્થા નક્કી કરવાનું કામ કરનાર છે. સ્ટ્રીટ વેન્ડ૨ પોલિસી અંગે જાહે૨ માર્ગો પ૨ના લારી-ગલ્લાઓ અને શાકમાર્કેટના સર્વે, હોકીંગ ઝોન અને નોનહોકીંગ ઝોનની યાદી તૈયા૨ ક૨વી, પાલિકાના પ્લોટોની યાદી તૈયા૨ ક૨વી, હોકીંગ ઝોનમાં ધંધારોજગા૨નો સમય, લાઈસન્સની મર્યાદા, પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ના ક૨વા વગેરે જેવા મુદ્દાઓની બેઠકમાં ચર્ચાઓ ક૨વામાં આવી હતી. શહે૨ના જુદા-જુદા વિસ્તારમાં નાગરિકોને યોગ્ય સ્થળે પાર્કીંગની સુવિધા મળે તે માટે 24 સ્થળોની યાદી તૈયા૨ કરવામાં આવશે. દરેક વોર્ડમાં નવા પાંચ પાંચ પ્લોટની યાદી પણ બનાવવામાં આવશે.જરૂર જણાય બ્રિજની નીચે પણ પાર્કીંગ સુવિધાઓ ઉભી કરવા અંગે બેઠકમાં ચર્ચા વિચારણા ક૨વામાં આવી હતી.