Gujarat

ભોયકા ગામમાં ટીટોડીએ ઈંડા મુકતા આશ્ચર્ય

By GS TEAM
21 Jul 20251 min read
ભોયકા ગામમાં ટીટોડીએ ઈંડા મુકતા આશ્ચર્ય

અડધુ ચોમાસું વિતવા આવ્યું છતાં લીંબડીના

લીંબડીદેશના દરેક ખૂણે પ્રાચીનકાળથી વરસાદના વરતારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અગાઉના સમયમાં ખેડૂતો ચોમાસાનો વરતારો ટીટોડી પક્ષીના ઈંડાના આધારે કરતા હતા, આજે પણ આ માન્યતા જીવંત છે. ટીટોડીના ઈંડા મુકવાનો સમય, જમીનથી કેટલી ઊંચાઈ પર મૂકે, ઊભા કે આડા? આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે. સામાન્ય રીતે ઉનાળું સીઝનમાં વૈશાખ અથવા જેઠ મહિનામાં ટીટોડી ઈંડા મુકે છે. પરંતુ હવે આવી બધી માન્યતાઓ ખોટી સાબિત થઈ રહી હોય તેવી ઘટનાઓ હવે સામે આવી રહી છે. જેમા આ વર્ષે અડધું ચોમાસું પુરૃ થવા આવ્યું છે. અને અડધો અષાઢ મહીનો વિતવા આવ્યો તેમ છતાંય હજુ ટીટોડીનાં ઈંડા જોવાં મળી રહ્યાં છે. લીંબડી તાલુકાનાં ભોયકા ગામે એક ખેડૂતનાં ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતાં આશ્ચર્ય સર્જાયું છે. ગ્લોબલ વોર્મિંનાં કારણે આવાં ફેરફાર થતાં હવે ટીટોડીના ઈંડાના વરતારા ખોટાં સાબિત થઈ રહ્યા છે.