જામનગરમાં જુદા-જુદા ચાર વિસ્તારમાં બુટલેગર તથા માથાભારે તત્વોના ઘરમાં પોલીસદ્વારા વિજ તંત્રને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા દારૂના ધંધાર્થીઓ અથવા તો માથાભારે શખ્સો, કે જે લોકોની પોલીસતંત્ર દ્વારા એક સપ્તાહના સમયગાળા દરમિયાન બીજી વખત યાદી કરાઇ છે, તે પૈકીના અલગ અલગ ચાર વિસ્તારમાં રહેતા શખ્સોના નામની યાદી બનાવીને આજે સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝાના માર્ગદર્શન હેઠળ 1 પોલીસ ટુકડી બેડી-બેડેશ્વર વિસ્તારમાં પહોંચી હતી, અને પીજીવીસીએલની ટીમને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

જે દરમિયાન બુટલેગર અને માથાભારે ગણાતા કેટલાક શખ્સોના રહેણાંક મકાનમાં વીજ ચોરી મળી આવી હતી. જેથી તમામ સામે વીજ ચોરી અંગેના જામનગરના વિજ પોલીસ મથકમાં અલગથી ગુના નોંધવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં અલગ અલગ બે ટુકડીઓને દોડતી કરાવવામાં આવી છે, અને ગુલાબ નગર વિસ્તારમાં પણ એક પોલીસ ટુકડી વિજતંત્રને સાથે રાખીને દરોડા પાડી રહી છે, અને વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીને લઈને માથાભારે તત્વોમાં ફફડાટ મચી ગયો છે.









