મીઠાઈ, ફરસાણ અને ફટાકડાંની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ

- ચોટીલા, મુળી અને થાન તાલુકામાં
- નક્કી કરેલા ભાવ કરતા વધુ ભાવ અને ફટાકડાંનું સ્ટોરેજ નહીં કરવા સૂચના અપાઈ
સુરેન્દ્રનગર : ચોટીલા, મુળી અને થાન તાલુકામાં ૪૦ લોકોએ દિવાળીમાં ફટાકડાંના વેચાણ માટે હંગામી લાઈસન્સ મેળવાયું છે. ત્યારે આજે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો અને ફટાકડાંના વેચાણ અંગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું.
દિવાળીના તહેવારોને ધ્યાને લઈ થોડા દિવસ અગાઉ ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા બેઠક યોજી મીઠાઈ- ફરસાણ અને ફટાકડાંના વેપારીઓ સાથે બેઠક યોજી ચીજ વસ્તુના ભાવ, લાઈસન્સ સહિતની બાબતો નક્કી કરાઈ હતી. ત્યારે તમામ ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ તે અંગે આજે વિવિધ વિસ્તારોમાં મીઠાઈ- ફરસાણ અને ફટાકડાંની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી. નક્કી કરેલા ભાવથી વધુ ભાવ તેમજ ફટાકડાંના સ્ટોરેજ નહીં કરવા સૂચનાઓ અપાઈ હતી.