Get The App

સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ બુરવાની કામગીરી શરૃ કરાઈ

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ બુરવાની કામગીરી શરૃ કરાઈ 1 - image


મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી ખરાબામાં ગાળવામાં આવેલા ગેરકાયદેસર કુવાઓ બુરવાની કામગીરી શરૃ કરવામાં આવી

ખનીજ માફીયાઓ કુવા ખોદે અને તંત્ર તેને બુરવાનું કામ કરે તેવો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ પોલીસ વિભાગ અને ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સતત દરોડાની કામગીરી શરૃ કરવામાં આવી રહી છે પરંતુ ગેરકાયદેસર કાર્બોસેલનું બેફામ ખોદકામ કરવામાં આવતું હોવાના કારણે અને ખનીજ માફિયાઓ કરોડો રૃપિયાની કાર્બોસેલની કાળી કમાણી કરતા હોવાના પગલે હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં ૧૮ મહિના પહેલા જે તે સમયે ખાણ ખનીજ અધિકારી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ પૂરવામાં આવ્યા હતા પરંતુ ખનીજ માફિયાઓ ફરી કુવાઓ ખોલી અને ખનીજ ચોરી કરવા લાગ્યા છે.

ત્યારે હવે આ સંદર્ભે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સરકારી જમીનોમાં ખોદવામાં આવેલા ગેરકાયદેસર કુવાઓ ભૂરાણની કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ભેટ ગામે જમીનમાં તદ્દન નવા ખોદવામાં આવેલા ગેરકાયદેસર કાર્બોસેલના ખાડાઓ ઉપર રેડ પાડી અને જપ્ત કરવામાં આવ્યા હતા તે ૧૫ થી વધુ ગેરકાયદેસર કુવાઓ આજથી પુરાણ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં બે લોડર મશીન અને અન્ય સાધન સામગ્રી કામે લગાવી અને આ કામગીરી શરૃ કરવામાં આવી છે. ખનીજ માફીયાઓ દ્વારા બેફામ રીતે કાર્બોસેલની ચોરી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ પણ દરોડા પાડી રહી છે બીજી તરફ ચોટીલા પ્રાંત અધિકારી પણ ખનીજ ચોરી ઝડપી રહ્યા છે ત્યારે ભેટ ગામે ઝડપાયેલી ખનીજ ચોરી બાદ ૧૫ જેટલા ખોદવામાં આવેલા કાર્બોસેલના કુવાઓ બુરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખનીજ માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર સહિતની કાર્યવાહી પણ પ્રાંત અધિકારીએ શરૃ કરી છે.


Tags :