સુરેન્દ્રનગર એસટી ડેપોને 3 દિવસમાં રૃ.27 લાખની રેકોર્ડ બ્રેક આવક
જન્માષ્ટમીનો
પર્વ એસટી વિભાગને ફળ્યો
ત્રણ
દિવસ દરમિયાન ૨૧૫ બસ દોડાવી ઃ રાજકોટ,
અમદાવાદ સહિતના શહેરો માટે ૩૦ એક્સ્ટ્રા બસ મુકાઇ
સુરેન્દ્રનગર -
સુરેન્દ્રનગર એસટી તંત્રને જન્માષ્ટમી ફળી હતી. માત્ર સાતમ,આઠમ અને નોમનનાં ત્રણ દિવસમાં રૃ.૨૭ લાખથી વધુ આવક થઈ હતી. જન્માષ્ટમી તહેવાર
સાતમ, આઠમ અને નોમનાં દિવસે બસોનાં બધા રૃટ હાઉસફુલ જોવા મળ્યા
હતા. એસટીની રેગ્યુલર તેમજ એકસ્ટ્રા બસોના તમામ રૃટમાં ભરચક્ક ટ્રાફિક રહેતા એસટી વિભાગને
ખૂબ મોટો લાભ મળ્યો હતો. એસટીની સાથે ખાનગી ટ્રાવેલ્સમાં પણ મુસાફરોનો ધસારો જોવા મળ્યો
હતો.
જન્માષ્ટમીનો
પર્વ સુરેન્દ્રનગરના વેપારીઓની સાથે એસટી વિભાગને પણ ફળ્યો છે. સૌરાષ્ટ્રમાં
જન્માષ્ટમીના મેળાનું વિશેષ મહત્વ હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વઢવાણ
સુરેન્દ્રનગર અને ધાંગધ્રામાં લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ, રાજકોટ સહિતના
શહેરોમાંથી વસવાટ કરતા લોકો સુરેન્દ્રનગરમાં મેળો માણવા આવી રહ્યા હતા. ત્યારે
સુરેન્દ્રનગર એસટી ડેપો દ્વારા તહેવાર સમયે મુસાફરોને કોઈ હાલાકી ન પડે અને એસટી
વિભાગને પણ ફાયદો થાય તે પ્રકારનું સંચાલન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર
એસટી વિભાગ દ્વારા રાજકોટ,
અમદાવાદ સહિતના શહેરો તરફ ૩૦ જેટલી એક્સ્ટ્રા બસો મૂકી ત્રણ દિવસમાં
૨૧૫ બસ દોડાવી ૨૭ લાખ રૃપિયાની રેકોર્ડ બ્રેક આવક કરવામાં આવી છે. મુસફરોની સુવિધા
માટે સુરેન્દ્રનગર એસટી વિભાગમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ તહેવારના સ્થાને ફરજ ઉપર
હાજર રહી એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૃ કરી
અને સહયોગ કર્યો હતો. એક્સ્ટ્રા સંચાલનના કારણે મુસાફરોને પણ ફાયદો થયો છે અને એસટી
વિભાગની તિજોરીઓ પણ રૃપિયાથી છલકાઈ છે. જોકે, એસટી બસોનાં બધા
રૃટ હાઉસફુલ છતાં ખાનગી ટ્રાવેલ્સમાં પણ મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો.