Surendranagar Police : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરી જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓના ગુનેગારો તેમજ અસામાજિક તત્વોના રહેણાંક અને આશ્રય સ્થાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન જિલ્લાના કુલ 1193 ગુનેગારોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 30 વર્ષથી હથિયાર, એનડીપીએસ, એક્સપ્લોઝિવ એક્ટ, બનાવટી ચલણી નોટ, ટાડા, પોટા, મકોકા, યુએપીએ જેવા ગંભીરમાં સોંડવાયેલા 807થી વધુ આરોપીઓના પોલીસે ટ્રેસ વેરિફિકેશન કરીને લોકેશન ટ્રેસ કર્યા હતા. આ ઉપરાંત, વિવિધ ગુનાઓમાં જેલમાં રહેલા 31 આરોપીઓની જેલની પ્રવૃત્તિઓ પર પણ વોચ રાખી, તેમના પરિવાર અને મિત્ર વર્તુળની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસે તમામ ગુનેગારોની મિલકત અને બેંક ડિટેલ્સ સહિતની વિગતો પણ મેળવી હતી. એલસીબી અને એસઓજી સહિત કુલ 70 ટીમો બનાવીને આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત 75થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.


