Gujarat

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે કરૂણ ઘટના: પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલા બાળકનું ટાયરમાં આવી જતા મોત

By GS TEAM
7 Dec 20252 mins read
TukuTouch Logo
હે કુદરત આ તારો કેવો ખેલ! એક હસતાં રમતાં બાળકનું તેના પિતાના હાથે અકસ્માતે મોત થયું છે! ઘટના છે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામની, જ્યાં ખેતમજુરી કરતાં પરિવાર અણધારી આફત આવી પડી છે. પિતા સાથે ટ્રેક્ટર બેઠલા પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે કરૂણ ઘટના: પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલા બાળકનું ટાયરમાં આવી જતા મોત
AI તસવીર

Surendranagar News: હે કુદરત આ તારો કેવો ખેલ! એક હસતાં રમતાં બાળકનું તેના પિતાના હાથે અકસ્માતે મોત થયું છે! ઘટના છે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામની, જ્યાં ખેતમજુરી કરતાં પરિવાર અણધારી આફત આવી પડી છે. પિતા સાથે ટ્રેક્ટર બેઠલા પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

કરમની કઠણાઇ તો જુઓ!

આ ઘટનાને કરમની કઠણાઇ ન કહેવું તો શું કહેવું! મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કંકાવટી ગામે ખેતમજૂરી માટે આવેલા વિદેશભાઈ માલ વાડીમાં ટ્રેક્ટરથી ખેતી કામ કરી રહ્યા હતા. બાજુમાં આઠ વર્ષનો પુત્ર જગદીશ માલ બેઠો હતો. પણ કોઈ કારણસર પુત્ર ટ્રેક્ટરની નીચે પટકાયો હતો અને ટાયર ફરી વળતાં કચડાઈ ગયો હતો. પિતાએ આક્રંદ સાથે વાડીના માલિક અને ગામલોકોને જાણ કરી હતી. પણ ગંભીર ઇજાઓ થતાં દીકરાના ખોળિયામાંથી ઘટના સ્થળે જ જીવ જતો રહ્યો હતો. 

આ પણ વાંચો: VIDEO: કચ્છમાં મોંઘો મોબાઈલ ખરીદવાની જીદમાં યુવક 150 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યો, 9 કલાકે મૃત હાલતમાં મળ્યો

પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો

તાત્કાલિક આ બનાવની જાણ વાડી માલિકે પોલીસને કરી હતી. જે બાદ મૃત બાળકને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મધ્યપ્રદેશના વિદેશભાઈ માલના પરિવારમાં તેમજ ગામ પંથકમાં સોંપો પડી ગયો હતો.  પિતા હજુ પણ દીકરા વિયોગના સદમાંમાં સરી પડ્યા છે. કાળક્રમે બનેલી આ ઘટનામાં પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોતાના જ સંતાનનું આ રીતે કરૂણ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.