Get The App

ચોટીલામાં ડુંગર તળેટીમાં રસ્તો પહોળો કરવા 450 દુકાનો દૂર કરાઈ, સરકારી જમીન પરના દબાણો પર ચાલ્યું બુલડોઝર

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
ચોટીલામાં ડુંગર તળેટીમાં રસ્તો પહોળો કરવા 450 દુકાનો દૂર કરાઈ, સરકારી જમીન પરના દબાણો પર ચાલ્યું બુલડોઝર 1 - image


Surendranagar News: ચોટીલા ડુંગર તળેટીમાં દબાણ કરનારાઓ પર સરકારી તંત્રએ તવાઈ બોલાવી છે. સ્પેશિયલ ઝુંબેશમાં આશરે 17 એકર સરકારી જમીન પર ગેરકાયદે રીતે દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેની બજાર કિંમત અંદાજે ₹105 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. 

10-10 ફૂટ જેટલું દબાણ હતું

મહત્વનું છે કે ચોટીલા ખાતે હજારોની સંખ્યામાં માઈભક્તો દર્શન કરવા ઉમટે છે. પણ સરકારી જમીન પર દબાણ કરી ડુંગર તરફ જતા 40 ફૂટ પહોળા રસ્તા પર દુકાનદારો દ્વારા બંને તરફથી લગભગ 10-10 ફૂટ જેટલું દબાણ કરવામાં આવ્યું હતું. જેથી રોડ સાંકળો બની ગયો હતો. જેને હટાવી યાત્રાળુઓ માટે રસ્તો મોકળો કરવામાં આવ્યો છે.

આશરે 400 થી 450 દુકાનો દ્વારા પતરાના શેડ અને રોડ પર સ્ટોલ ઊભા કરી રોડને 20 ફૂટ જેટલો સાંકડો કરી દેવામાં આવ્યો હતો. પહેલા દુકાનદારોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સમજાવટ કરવામાં આવી હતી. પણ કોઈ પગલું લેવામાં ન આવતા આજે સવારે નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે દ્વારા ઝુંબેશ ઉપાડી દબાણ પર બુલડોઝર કાર્યવાહી કરી હતી.

બીજી તરફ મફતિયાપરા તરફ જતાં રસ્તાની જમણી બાજુએ આવેલા નવગ્રહ મંદિરના કંપાઉન્ડમાં ત્રણ માળના ગેરકાયદે ખાનગી ગેસ્ટ હાઉસ પણ એક્શન લઈ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. હવે ફરીથી કોઈ દબાણ ન કરે તે માટે ખુલ્લી કરાયેલી જમીન પર તાર ફેન્સિંગ તથા રોડ પર વિકાસ પથ/સુવિધા પથ તરીકે વિકસાવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.