Gujarat

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોરીની રીક્ષા સાથે એક શખ્સને ઝડપી લીધો

By GS TEAM
30 Jun 20251 min read
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોરીની રીક્ષા સાથે એક શખ્સને ઝડપી લીધો

- ચોરી કરેલ રીક્ષા સહિત કુલ રૂા. 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

- બજાણા, લખતર, સરખેજ અને સાણંદ પોલીસ મથકમાં 17 જેટલા ગુનહા નોધાયા હોવાનું બહાર આવ્યું

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં ઘરફોડ તેમજ વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે એલસીબી પોલીસે અલગ-અલગ પોલીસ મથકોના ચોરીના ગુન્હામાં સંડોવાયેલ શખ્સને ચોરી કરેલ સીએનજી રીક્ષા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં દિન-પ્રતિદિન ઘરફોડ અને વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે અને તસ્કરો પોલીસને પણ પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે એલસીબી પોલીસ ટીમે વાહનચોરીના આરોપીઓને ઝડપી પાડવા એ-ડિવીઝન પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાતમીના આધારે મોહસીનખાન નસીબખાન જતમલેક રહે.સિધ્ધસર તા.પાટડીવાળાને ઝડપી લીધો હતો અને ઝડપાયેલ શખ્સ પાસેથી ચોરી કરાયેલ સીએનજી રીક્ષા કિંમત રૂા.૧.૫૦ લાખ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે ઝડપાયેલ શખ્સની વધુ પુછપરછ દરમ્યાન રીક્ષા સીવાય એક બાઈક સરખેજ પાંચા તળાવ પાસેથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જ્યારે ઝડપાયેલ આરોપી વિરૂધ્ધ બજાણા,સાણંદ, લખતર અને સરખેજ પોલીસ મથકમાં ચોરી સહિતના અંદાજે ૧૭થી વધુ ગુન્હાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું. એલસીબી પોલીસે આરોપી સહિત મુદ્દામાલ કબ્જે કરી એ-ડિવીઝન પોલીસ મથકે સોંપી કાયદસરની કાર્યવાહી હાથધરી હતી.