Get The App

સુરતનું હવામાન નરમ-ગરમ : સવારે વાદળો, બપોરે સૂર્યપ્રકાશ સાથે ગરમ પવનો ફુંકાયા

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
સુરતનું હવામાન નરમ-ગરમ : સવારે વાદળો, બપોરે સૂર્યપ્રકાશ સાથે ગરમ પવનો ફુંકાયા 1 - image


         સુરત

સુરત શહેરમાં સવારે આકાશ વાદળોથી છવાયા બાદ સમય આગળ વધતા વાદળો દૂર થવાની સાથે જ ફરીથી સૂર્યદેવતાનું રાજ જોવા મળતા શહેરીજનો નરમ ગરમ દિવસ અનુભવ્યો હતો. જેમાં કલાકના 10  કિ.મીની ઝડપે ગરમ પવન ફુંકાતા શહેરીજનો હિટવેવથી તોબા પોકારી ઉઠયા હતા.

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન 36.1 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.8 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 25 ટકા, હવાનું દબાણ 1006.0 મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના 10 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. શહેરીજનોએ ઉઠતાની સાથે જ આકાશ વાદળોથી ધેરાયેલુ હતુ. અને વરસાદ પડે તેવુ વાતાવરણ થઇ ગયુ હતુ. ત્યારબાદ ધીરેધીરે હવામાન પૂર્વવત થતા આકાશમાંથી સૂર્યદેવતા પ્રગટ થતા અસહય ગરમી ઉકળાટ અને બફારાનું સામ્રાજય જોવા મળ્યુ હતુ. તેમાં બપોરે તો જાણે આકાશમાંથી ગરમ ગરમ પવન ફુંકાતા ગરમ લૂંનો સામનો કર્યો હતો. આગામી દિવસોમાં શહેરના તાપમાન વધવાની શકયતા છે.

Tags :