Gujarat

સુરતની મહિલા કલાકારોએ દિવાળીના દીવા-કોડિયાને આપ્યો આધુનિક ટચ

By GS TEAM
6 Oct 20252 mins read
TukuTouch Logo
સ્વદેશી મહિલા કારીગરોએ મીણ, કલર અને વિવિધ આકારોના સંયોજનથી બનાવ્યા આકર્ષક દિવડા : રંગીન દીવા અને કોડિયાની રોશની વચ્ચે મહિલા કલાકારોની સર્જનાત્મકતા ચમકી રહી છે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતની મહિલા કલાકારોએ દિવાળીના દીવા-કોડિયાને આપ્યો આધુનિક ટચ

Surat Diwali Special : દિવાળીના તહેવારને તેજસ્વી તેજસ્વી અને સર્જનાત્મક બનાવવા માટે સમય સાથે દીવા અને કોડિયામાં પણ આધુનિકતાનો રંગ જોવા મળી રહ્યો છે. પહેલા માત્ર લાલ માટીના પરંપરાગત દીવા અને કોડિયા જોવા મળતા હતા, પરંતુ હવે મહિલા કારીગરો પોતાની કલાત્મક પ્રતિભાથી તેને આધુનિક ટચ આપી વધુ ડિઝાઈનર-આકર્ષક બનાવી દીધા છે. સ્વદેશી મહિલા કારીગરોએ વિવિધ રંગ અને આકારમાં આકર્ષક કોડિયા અને દીવા બનાવીને દિવાળી તહેવાર માટે વેચાણ માટે મૂક્યા છે.

 સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે લોકલ ફોર લોકલ સુત્ર સાથે સુરતમાં સરસ મેળાનું આયોજન થયું છે. સ્થાનિક મહિલા કારીગરોએ બનાવેલી વિવિધ વસ્તુઓ જોવા મળે છે. સુરતની સ્વદેશી મહિલા કારીગરોએ મીણ, કલર અને આકાર સાથે મેળવીને અનેક પ્રકારના રંગીન દીવા તૈયાર કર્યા છે. દીવાને આધુનિક ટચ આપનાર નેહાલી પટેલ કહે છે, અમે પહેલા તાલીમ લીધી હતી. ત્યારબાદ સખીમંડળ સાથે જોડાઈને કોડીયા બનાવ્યા છે. જેમાં ગ્રાહકોને પહેલી નજરે જ ગમી જાય તેવા વિવિધ પ્રકારના ફુલના આકાર, સ્ટાર અને ગણપતિ જેવા બીબામાં કલરીંગ દીવા બનાવવામાં આવ્યા છે. 

દિપીકા પટેલ કહે છે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે “લોકલ ફોર વોકલ” અંતર્ગત સુરતમાં સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળી રહ્યું છે. લોકો સતત કંઈક નવું માગતા હોવાથી અમે સમયની સાથે પરંપરાગત દીવા-કોડિયા બનાવ્યા છે અને તેનું વેચાણ પણ થઈ રહ્યું છે. જેના કારણે પરંપરા અને આધુનિકતાનો આ અનોખો સમન્વય દિવાળીના તહેવારને વધુ ઝળહળતો બનાવી રહ્યો છે. સુરતના સરસ મેળામાં વિવિધ પ્રકારના રંગીન દીવા અને કોડિયાની રોશની વચ્ચે મહિલા કલાકારોની સર્જનાત્મકતા ચમકી રહી છે.