Get The App

સુરતનો 107 કિલોમીટર BRTS રૃટ દેશનો સૌથી લાંબો કોરીડોર

સુરત મ્યુનિ., સુડાના 202 કરોડના પ્રોજેક્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરાયું

સુરત લેન્ડ ઓફ ઓપર્ચ્યુનીટી બને તે દિશામાં કામગીરી

Updated: Oct 20th, 2020

GS TEAM


Google News
Google News

સુરત,  તા20 ઓક્ટોબર, 2020, મંગળવાર

કોરોના વચ્ચે આવેલી નવરાત્રીમાં ગુજરાત સરકારે સુરત મ્યુનિ.ને 202કરોડના પ્રોજેક્ટની ભેટ આપી છે. મ્યુનિ. અને સુડાના વિવિધ પ્રોજેક્ટનું મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાપર્ણ થયું હતું.  બીઆરટીએસનો એક રૃટ શરૃ થતા સુરતનો રૃટ 107કિલોમીટરનો થયો છે જે ભારત દેશનો સૌથી લાંબો બીઆરટીએસ કોરીડોર બની ગયો છે.

ગુજરાતના મુખ્યંમત્રી વિજય રૃપાણીએ આજે ઈ-લોકાપર્ણ અને ઈ ખાતમુર્હૂત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં 12 હજાર કરોડ રૃપિયાના વિકાસના કામો થયાં છે.  કોરોના સાથે સાથે સુરત મ્યુનિ. વિકાસના પથ પર ચાલી રહ્યું છે. સુરત સ્વચ્છતાંમાં ભારત દેશમાં બીજા નંબરે આવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને ભારતના આધુનિક શહેરો સાથે સ્પર્ધા કરી રહી છે. આજે મ્યુનિ.નો બીઆરટીએસનો એક રૃટ શરૃ થતાં  સુરતમાં 107 કિલોમીટરનો બીઆરટીએસ કોરીડોર દેશનો સૌથી મોટો કોરીડોર બની ગયો છે.

આગામી દિવસોમાં મેટ્રો,  રિવરફ્રન્ટ, તાપી શુધ્ધિકરણ અને ડ્રીમ સીટી જેવા મહત્વના પ્રોજેક્ટને પણ આગળ વધારવામાં આવશે. સુરત શહેર લેન્ડ ઓફ ઓપરચ્યુનીટી  બની રહે તે દિશામા આગળ કામગીરી શરૃ કરવામા ંઆવી છે. 

Tags :