Gujarat

VIDEO: સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો, 'નો ડ્રગ્સ કેમ્પેઈન' માટે કરી શિખર યાત્રા

By GS TEAM
29 Jun 20252 mins read
TukuTouch Logo
વિશ્વના નકશા પર ભારત આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. આ સફરમાં ગુજરાતીઓનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાતના 12 યુવાન પર્વતારોહકોની ટીમે હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જમાં આવેલી 20,050 ફૂટ ઊંચી 'માઉન્ટ યુનામ' પર દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ચોટી પર સફળતાપૂર્વક ચઢાઈ કરી હતી. જ્યાં દેશનો તિરંગો લહેરાવીને યુવાનોને નશાવિરોધી જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો, 'નો ડ્રગ્સ કેમ્પેઈન' માટે કરી શિખર યાત્રા

Surat News : વિશ્વના નકશા પર ભારત આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. આ સફરમાં ગુજરાતીઓનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાતના 12 યુવાન પર્વતારોહકોની ટીમે હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જમાં આવેલી 20,050 ફૂટ ઊંચી 'માઉન્ટ યુનામ' પર દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ચોટી પર સફળતાપૂર્વક ચઢાઈ કરી હતી. જ્યાં દેશનો તિરંગો લહેરાવીને યુવાનોને નશાવિરોધી જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 

ડ્રગ્સની જાગૃતતા ફેલાવવા સુરતીઓની શિખર યાત્રા 

ગુજરાતના 12 યુવાનોની ટીમે 21 જૂનના રોજ પોતાની યાત્રાની શરૂઆત કરી હતી અને 28 જૂનના રોજ શિખર સર કરવામાં સફળતા મેળવી હતી. દુર્ગમ માર્ગ, હિમયુક્ત વાતાવરણ અને ઓક્સિજનની અછત જેવી તમામ અડચણોને પાર કરીને યુવાનો માઉન્ટ યુનામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે યુવાનોમાં ડ્રગ્સને લઈને જાગૃતતા ફેલાવવા માટે 'નો ડ્રગ્સ કેમ્પેઈન' નામના બેનરો સાથે મેસેજ આપ્યો હતો. સમગ્ર ટીમને Invincible NGO દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યા હતા. 


આ 12 સાહસિક યુવાની ટીમમાં નમ્ર ભાવસાર, સમર્થ વાચ્છાણી, ધ્રુવ પટેલ, દેવાંશ રાવલ, તેજસ શાહ, રાજુ બસનેત, હર્ષ ભરાડ, ચિરાગ પટેલ, ધ્રુવ પટેલ, રુદ્રરાજસિંહ રેવર, મયુર બજાનીયા, શ્યામ લખાણીનો સમાવેશ થાય છે. જેઓએ પોતાની હિંમત અને સંકલ્પશક્તિથી દેશનું ગૌરવ વધાર્યું હતું.

આ પણ વાંચો: VIDEO: સુરતના કતારગામમાં ક્રિકેટ બોક્સનો શેડ તૂટી પડ્યો, માંડ માંડ બચ્યા યુવાનો

દેશની યુવાશક્તિને એક નવી દિશા પ્રધાન કરવા, નકારાત્મક પ્રવૃત્તિઓ સામે યુવાનો સકારાત્મક વિચાર અપનાવે અને ડ્રગ્સને લઈને જાગૃતતા ફેલાવવા માટે Invincible NGO દ્વારા 'No Drugs' અભિયાન હેઠળ આ શિખર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.