સુરતના વરાછામાં પ્રેમ પ્રકરણમાં બે સંતાનની માતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Varachha crime news : સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ પ્રકરણ જેવી બાબતમાં બે સંતાનની માતાએ ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરાછા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી 35 વર્ષીય મહિલાએ ગુરુવારે રાત્રે પોતાના ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતાં તેઓ તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
પ્રેમ પ્રકરણની આશંકા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા મૂળ અમરેલીના રાજુલાની વતની હતી. જોકે, પ્રાથમિક તપાસમાં એવી શક્યતા સેવાઈ રહી છે કે પ્રેમ પ્રકરણને કારણે મહિલાએ આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે.
પરિવારની સ્થિતિ મૃતક મહિલાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે ઘર ગુજરાન ચલાવવા માટે હોટ ફિક્સના ખાતામાં કામ કરતી હતી, જ્યારે તેના પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે. હાલમાં વરાછા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









