સુરત-તાપીમાં આદિવાસી સમુદાય દ્વારા 'નાદુરીયા દેવ'ની વિશેષ પૂજા બાદ ખેતીનો આરંભ, મજૂરીના ભાવ નક્કી કરાયા
Tibal Puja: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગામે પ્રકૃતિ પૂજકો એવા આદિવાસીઓ દ્વારા નવા બીજો અંકુરિત થતાં નાદુરીયા દેવની પૂજા ખૂબ જ હર્ષ ઉલ્લાસેર કરવામાં આવી હતી. જેમાં ગામના સ્થાનિક આગેવાનો સહિત બાળકો વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ વરસાદે ઉગી નીકળતી વનસ્પતિના પર્ણ, પ્રકાંડ ફૂલ, પાન એકત્ર કરીને તેનો અર્ક બનાવીને ખેડૂતોના નવા વર્ષની શુભ શરુઆત કરવામાં આવે છે. આ પૂજા વિધિ કરીને ખેડૂતોના મજૂરીના ભાવો નક્કી કરવામાં આવે છે.
દર વર્ષે આદિવાસી વિસ્તારમાં નાદુરીયા દેવની પૂજા છેલ્લાં ઘણાં વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં વર્ષાઋતુની શરુઆત થતાં ઊગેલી વનસ્પતિના છોડ, પ્રકાંડ પર્ણની પૂજા ખૂબ જ ભક્તિ ભાવથી કરવામાં આવે છે. ગોલણ ગામમાં આ વર્ષે પણ નાદુરીયા દેવની પૂજા કરવામાં આવી હતી. જેમાં ગોલણ ગામના ખાખર ફળિયામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને પારંપરિક રીતે આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા વિધિ બાદ ઔષધીય ગુણોથી ભરપૂર વનસ્પતિ ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે મજૂરી દર નક્કી કરાયા હતા. ગામમાં પ્રકૃતિના પૂજકો દ્વારા મજૂર માટે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા અને આ દિવસથી વર્ષ દરમ્યાન હળ ચલાવવા, સહિતના ભાવો સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યા હતાં એ અંતર્ગત મજૂરીના ભાવો લઈ શકાય છે.