ભૂવાએ સુરતની મહિલા પર વિધિ કરવાના નામે બસમાં દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી

Representative image |
Surat News: સુરતમાં ભૂવાએ દુષ્કર્મ આચર્યાંની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરીએ વિધિ કરવાના નામે ભાવનગરથી સુરત આવતી બસમાં જ પીડિત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે આરોપીની ભૂવાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે મામલો
પીડિત મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, સુરતના અડાજણમાં રહેતી પરિણીત મહિલા પિતૃદોષની વિધિ કરાવવા બોટાદના ચિરોડા ગામના ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ પીડિત મહિલા વિધિ માટે સુરતથી ભાવનગર પહોંચી હતી. જો કે, વિધિ કરાવ્યા બાદ મહિલા ભૂવા સાથે બસમાં ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી. આ દરમિયાન ભૂવાએ વિધિ કરવાના નામે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, સુરત પહોંચીને મહિલા અડાજણ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: રાજ્યભરની જેલોમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી, કેદી ભાઈ-બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા
ઉલ્લેખનીય છે કે, પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરીની ધરપકડ કરીને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.