Gujarat

વડોદરામાં હાઇબ્રીડ ગાંજાનો સુરતનો સપ્લાયર પકડાયો, ક્યાંથી ગાંજો લાવતો હતો તેની તપાસ શરૂ

By GS TEAM
27 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરામાં હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો પકડવાના બનાવમાં ગાંજાના સપ્લાયરને વડોદરા પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં હાઇબ્રીડ ગાંજાનો સુરતનો સપ્લાયર પકડાયો, ક્યાંથી ગાંજો લાવતો હતો તેની તપાસ શરૂ

Vadodara Ganja Crime : વડોદરામાં હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો પકડવાના બનાવમાં ગાંજાના સપ્લાયરને વડોદરા પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે. 

વડોદરા પોલીસે ગઈતા 28મી મે એ જુના પાદરા રોડના પદમ પૂજન પાર્ક બંગલાની કમ્પાઉન્ડ વોલ પાસેથી તાંદલજાના નામચીન અબ્દુલ પટેલ તેમજ ધ્રુવ ચૌધરીને રૂપ 15 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે અબ્દુલના પુત્ર આદીબ અને તેની પત્ની ઝરીનાને પણ ઝડપી પાડ્યા હતા.

હાઇબ્રીડ ગાંજાનો આ જથ્થો સુરતના સપ્લાયરે મોકલ્યો હોવાની વિગતો ખુલતા એસ.ઓ.જીની ટીમે મોબાઈલ અને ટેકનિકલ સર્વેન્સને આધારે વોચ રાખી આગમ ઉત્તમભાઈ પટેલ (સાઈરામ રો-હાઉસ, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત) ને ઝડપી પાડ્યો છે. 

પોલીસના જણાવ્યા મુજબ, આગમ પટેલ અગાઉ પણ 13 લાખના ગાંજા સાથે પકડાયો હતો. જેથી ગાંજાનો જથ્થો ક્યાંથી મેળવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.