NEETના રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થી જેનીલ ભાયાણીએ દેશમાં 6ઠ્ઠો રેન્ક મેળવ્યો
- પેપર ટફ હતું છતા ઘણા વિદ્યાર્થીઓએ 500 થી વધુ માર્કસ મેળવ્યા : દેશના ટોપ-500 માં સુરતના આઠ વિદ્યાર્થી
સુરત
નીટની
પરીક્ષાના પેેપરને લઇને વિદ્યાર્થીઓ નાસીપાસ થઇ ઉઠયા હતા. છતા આજે જાહેર થયેલા
પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ સમ્રગ દેશમાં ચમકયા છે. જેમાં પી.પી.સવાણી સ્કુલનો વિદ્યાર્થી જેનિલ ભાયાણી
જનરલ કેટેગરીમાં ઓલ ઇન્ડિયામાં છઠ્ઠો રેન્ક હાંસિલ કરીને સુરતનો ડંકો દેશભરમાં
વગાડયો હતો. આ વિદ્યાર્થી ગુજરાત ટોપર હોવાનો દાવો કરાયો હતો. તો પેપર ટફ હોવાછતા
ઘણા વિદ્યાર્થીઓ નીટ કવોલીફાઇડ કરવાની સાથે ૫૦૦ + માર્કસ મેળવ્યા છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા જયારે નીટની પરીક્ષા લેવાઇ હતી. તે વખતે જે ટફ પેપર પુછયુ હતુ. ખાસ કરીને ફિઝીકસના પેપરે વિદ્યાર્થીઓને રડાવ્યા હતા. તેને લઇને આ વખતે વિદ્યાર્થીઓને પરિણામ કેવુ આવશે તેની ઘણી આતુરતા હતી. આજે પરિણામ જાહેર કરતા વિદ્યાર્થીઓ ખુશ થઇ ઉઠયા છે. આ વિદ્યાર્થીઓમાંથી સુરતના અબ્રામા સ્થિત પી.પી.સવાણી સ્કુલનો વિદ્યાર્થી જેનિલ ભાયાણી ૭૨૦ માંથી ૬૮૦ માર્કસ મેળવીને ૯૯.૯૯ પર્સન્ટાઇલ રેન્ક સાથે જનરલ કેટેગરીમાં ઓલ ઇન્ડિયામાં છઠ્ઠો રેન્ક હાંસિલ કરીને એકવાર ફરી સુરતનું નામ દેશભરમાં ગુંજતુ કર્યુ હતુ. આ વિદ્યાર્થી ગુજરાતમાં પણ ટોપર બન્યો હોવાનો સ્કુલે દાવો કર્યો છે.
આ સિવાય જનરલ કેટેગરીમાં મૌલિક ભલગામિયા ૭૧ મો રેન્ક, ક્ષિતિજ માસ્ટર ૧૩૦ મો અને શ્રેય મોરડ ૧૮૨ મો રેન્ક હાંસિલ કર્યો હતો. વરાછાની આશાદીપ સ્કુલમાં ત્રણ વિદ્યાર્થીઓએ કેેટેગરી રેન્ક મેળવ્યો છે. જેમાં સિદ્વાર્થ હડિયાએ ૬૧૦ માર્કસ મેળવીને ૯૯.૯૬ પી.આર સાથે ઓબીસી કેટેગરીમાં ૨૩૬ મો રેન્ક હાંસિલ કર્યો છે. ભવ્ય શિહોરાએ જનરલ ઇડબલ્યુએસ કેટેગરીમાં ૫૮૫ માર્કસ સાથે ૨૨૫ મો રેન્ક અને કોરાટ કિષ્ના ૫૮૬ માર્કસ મેળવીને જનરલ ઇડબલ્યુએસ કેટેગરીમાં ૨૦૯ મો રેન્ક સાથે ઉર્તીણ થઇ છે. મૌની ઇન્ટરનેશનલ સ્કુલમાં જનરલ ઇડબલ્યુએસ કેટગરીમાં આઠ વિદ્યાર્થી ૫૦૦ થી વધુ માર્કસ મેળવ્યા છે. સૌજીત્રા વૃન્દાએ ૫૪૯ માર્કસ મેળવ્યા છે. વશિષ્ઠ વિદ્યાલયની વિદ્યાર્થીની સાન્વી નરેશ સંધવીએ ૭૨૦ માંથી ૫૮૨ માર્કસ મેળવીને જનરલ કેટેગરીમાં ૧૭૩૪ મો રેન્ક હાંસિલ કર્યો હતો. આ સ્કુલનો રોનક પડસાળા જનરલ ઇડબલ્યુએસ કેટેગરીમાં ૫૭૪ માર્કસ સાથે ૪૧૮ મો રેન્કે પાસ થયો છે. આ સ્કુલના ૧૮૯ વિદ્યાર્થીઓ નીટ કવોલીફાઇડ કરી છે. યોગી પ્રવૃતિ વિદ્યાલયનો વિદ્યાર્થી યશ નરેશ પીપલીયાએ ૫૮૦ માર્કસ મેળવીને ઓબીસી કેટેગરીમાં દેશભરમાં ૧૩૨૫ મો રેન્ક મેળવ્યો છે. આ સ્કુલના ૨૪ વિદ્યાર્થીઓ ૫૦૦ થી વધુ માર્કસ સાથે કવોલીફાઇડ થયા હતા. આ સિવાય અન્ય સ્કુલોના વિદ્યાર્થીઓ પણ ૫૦૦ +માર્કસ મેળવીને સુરતનું નામ રોશન કર્યુ છે.
ટોપ-500 માં ઝળકેલા વિદ્યાર્થીઓ
નામ રેન્ક કેટેગરી
જેનિલ ભાયાણી ૦૬ જનરલ
મૌલિક ભલગામિયા ૭૧ જનરલ
ક્ષિતિજ માસ્ટર ૧૩૦ જનરલ
શ્રેય મોરડ ૧૮૨ જનરલ
કિષ્ના કોરાટ ૨૦૯ જનરલ
EWS
ભવ્ય શિહોરા ૨૨૫ જનરલ
EWS
સિદ્વાર્થ હડીયા ૨૩૬ ઓબીસી
રોનક પડસાળા ૪૧૮ જનરલ
EWS