સુરતના લસકાણામાં માથું કપાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી
Surat News: સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લસકાણા વિસ્તારના વિપુલનગરમાંથી એક યુવકનું કપાયેલું માથું મળી આવતા ભારે ચકચાર જાગી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરતા માથું માથુ મળ્યાના ઘટનાસ્થળથી થોડે દુર એક રૂમમાંથી ધડ મળી આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવી તેની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાનુસાર, હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી. વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે રૂમમાંથી ધડ મળ્યું છે તે ઘણાં સમયથી ખાલી હતો. જ્યારે માથું રૂમથી લગભગ 200 મીટર દૂરથી મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના જ્યાં બની છે ત્યાંથી લસકાણામાં પોલીસ સ્ટેશનથી 400 મીટર જ દૂર છે.