Surat Sarthana Crime: દિવસે 'ને દિવસે સુરતમાં લૂટફાટ, હત્યા, છેડતી, દુષ્કર્મ બનાવો બની રહ્યા છે ત્યારે હવે ફરી ફરી સભ્ય સમાજને કલંકિત કરતી ઘટના બની છે, સરથાણા વિસ્તારમાં વિકૃતતા આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે, એક 57 વર્ષના આધેડે હવસની ભૂખમાં છ વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચર્યું છે. ફરિયાદ નોંધવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી આધેડની ધરપકડ કરી છે.
પરિવારોને સાવધાન કરી ઘટના
ઘટના માતા-પિતા અને વડીલોને ચેતવતી છે, કારણ કે સુરતમાં સરથાણાં વિસ્તારમાં એક વૃદ્ધ 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યાના સુમારે પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની બહાર રમાડવા લઈ જઈ રહ્યા હતા. જે વખતે અચાનક જ પૌત્ર જોરશોરથી રડવા લાગ્યો હતો, જેથી દાદા તેને ઘરે મૂકવા ઉતાવળમાં હતા.
દાદાને કહ્યું પૌત્ર રડે છે તો ઘરે મૂકી આવો
આ જ સમયે ઘરની નજીકમાં આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓની દુકાન તેમના નજરે પડે છે, દુકાનદાર વિનોદ મોહનભાઈ અણઘણ (હાલ સરથાણા, મૂળ હડમતીયા ગામ, ભાવનગર)એ તકનો લાભ જોઈ દાદાને ક્હ્યું હતું કે નાની દીકરીને દુકાને બેસાડી દો અને પૌત્રને ઘરે મૂકી આવો, દાદાએ પણ વિચાર્યું હતું કે પૌત્રીને જાણીતાની દુકાને મૂકીને ઝડપથી પૌત્રને ઘરે મૂકી આવે જેથી બાળક રડતું બંધ થાય.
દુકાનમાં જ બાળકી પર કુકર્મ
દાદા પૌત્રીને દુકાને બેસાડી પૌત્રને મૂકવા ઘરે જાય છે, ત્યારે હવસના મદમાં બેઠલો દુકાનદાર બાળકી પર નજર બગાડે છે. દાદા થોડે દૂર જતાં તે બાળકીને દુકાનની અંદર લઈ જાય છે અને તેના પર દુષ્કર્મ ગુજારે છે. દર્દ અને ડરની મારી કણસી રહેલી બાળકી દાદા અને પરિવારને સમગ્ર હકીકત જણાવે છે. પરિવાર બાળકી આપવીતી સાંભળી સ્તબ્ધ થઈ જાય છે.
આધેડની ધરપકડ
જે બાદ સરથાણા પોલીસ મથકમાં પરિવાર 57 વર્ષના દુષ્કર્મી આધેડ સામે ફરિયાદ દાખલ કરાવે છે, પોલીસ પણ કેસની ગંભીરતાને ધ્યાને લઈ તાબડતોબ દુષ્કર્મનો ગુનો નોંધી આધેડની ધરપકડ કરે છે, જે બાદ હવે મેડિકલ સહિતની જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


