Get The App

સુરતના વરાછાની એક સોસાયટીના રહિશોને તંત્ર પર ભરોસો નથી રહ્યો, સ્વખર્ચે ખાડા પુરી દીધા

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
સુરતના વરાછાની એક સોસાયટીના રહિશોને તંત્ર પર ભરોસો નથી રહ્યો, સ્વખર્ચે ખાડા પુરી દીધા 1 - image


Surat : આગામી દિવસોમાં ગણેશોત્સવ આવી રહ્યો છે અને અનેક મંડળો દ્વારા શોભાયાત્રા નિકળી રહી છે જેમાં સુરતના રસ્તા વિલન બની રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં પણ રસ્તાની ફરિયાદ છતાં કામગીરી ન થતાં સોસાયટીના લોકોએ તંત્રની રાહ જોયા વિના જ ખાડા પુરવાની કામગીરી શરૂ કરી દીધી છે. 

સુરત પાલિકા દ્વારા રસ્તા રીપેરીંગ પાછળ રોજ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે પરંતુ તે પ્રયોગ સફળ થતો નથી. રસ્તા પુરવાની કામગીરી સાથે વરસાદ પણ વરસી રહ્યો છે તેના કારણે પાલિકાની કામગીરી ઝીરો થઈ રહી છે. તો કેટલીક જગ્યાએ પાલિકા તંત્ર દ્વારા પણ રસ્તા રીપેરીંગ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સુરત પાલિકા દ્વારા રોજ રસ્તા રીપેર કરવામાં આવે છે અને તેની વિગતો પણ તંત્ર મેળવે છે પરંતુ એક સાંધે ને તેર તૂટે જેવી પાલિકાની હાલત થઈ ગઈ છે. 

સુરતમાં ગણેશ આગમન શરૂ થયું છે છતાં હજુ અનેક રસ્તાઓ બિસ્માર છે તેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી જ હાલત વરાછા ઝોનમાં આવેલા ડાહ્યાપાર્ક સોસાયટી છે આ જગ્યાએ એક સ્કુલ પણ આવી છે અને તે રસ્તા પર અનેક ખાડા છે અને તંત્ર દ્વારા ખાડા નહીં પુરાતા લોકોની અને વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ રહી છે. આવી સ્થિતિમાં લોકોને તંત્ર પરથી ભરોસો ઉઠી ગયો હોય તેમ લોકોએ જાતે જ મટીરીયલ્સ ટેમ્પો મંગાવીને ખાડા પુરવાનું શરુ કરી દીધું છે. લોકો રોષ સાથે આક્ષેપ કરી રહ્યાં છે કે તેઓ વેરો નિયમિત ભરે છે તેમ છતાં પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં અખાડા કરે છે આ ખાડાના કારણે સોસાયટીના લોકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે તેથી તેઓએ જાતે ખાડા પુરવાની કામગીરી કરી છે. જો આ જોઈને તંત્રની આંખ ખુલે તો શહેરના અન્ય રસ્તાના ખાડા પુરી શકે તેમ છે. 

Tags :