સુરતીઓએ ફાફડા ખરીદવા માટે રાત્રીના બે વાગ્યાથી જ લાઈન લગાવી દીધી, અનેક દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સ્વાદ પ્રેમી સુરતીઓનો ફાફડા જલેબી પ્રત્યે નો ક્રેઝ દશેરાની પૂર્વ રાત્રે જોવા મળ્યો હતો. સુરતમાં નવરાત્રિ માંથી મોટા ભાગના ખેલૈયાઓ સીધા ફાફડા- જલેબીની દુકાન પહોંચી ગયા હતા. રાત્રીના બે વાગ્યાથી જ સુરતના અનેક ફરસાણની દુકાનો પર લાઈન જોવા મળી હતી. રાત્રીના બે વાગ્યાથી શરુ થયેલી લાઈન દશેરાના દિવસે પણ યથાવત જોવા મળી હતી. ખાણીપીણી માટે પ્રખ્યાત સુરતમાં દશેરાના દિવસે અનોખી વાત જોવા મળી હતી. કેટલીક દુકાનોએ લોકો ફાફડા ખરીદી માટે કલાકો સુધી લાઈનમાં જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ કેટલીક દુકાનો એવી પણ હતી જ્યાં વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા નજરે પડ્યા હતા
અસલ કહેવત સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત દાયકાઓ બાદ પણ બદલાતી નથી એનાથી ઉલટું સુરતનું જમણ હવે વધુ વિખ્યાત થઈ રહ્યું છે તેનું કારણ સુરતીઓનો ખાણીપીણી પ્રત્યેનો ક્રેઝ છે. ગઈકાલે નવરાત્રિના નવમો દિવસ પૂરો થાય કે અનેક સુરતીઓ ગરબાના ગ્રાઉન્ડ માંથી સીધી ફાફડા જલેબીની દુકાન પર પહોંચી ગયા હતા. જેના કારણે સુરતના અનેક વિસ્તારમાં દુકાનો આખી રાત ખુલ્લી જોવા મળી હતી.
સરકારે મોડી રાત સુધી ગરબા અને ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો જે ખેલૈયાઓ સાથે ખાણી પીણીના દુકાનદારો માટે પણ ફાયદાકારક રહ્યો હતો. ખેલૈયાઓ ગરબા ના મેદાન કે સોસાયટીમાં ગરબા પુરા થયા ત્યારે બહાર ખાણીપીણી માટે નિકળી ગયા હતા અને ફાફડા જલેબીની દુકાન પર પહોંચી ગયા હતા. અનેક લોકોએ સવારના નાસ્તા માટે ફાફડા અને જલેબી ખરીદી લીધા હતા. તો કેટલાકે ફાફડા જલેબી ખરીદી રસ્તા પર કે ગાડીમાં જ ફાફડા જલેબીની જયાફત માણી હતી.
નવરાત્રિના નવમા દિવસની મધ્યરાત્રીએ શરૂ થયેલી ફાફડા જલેબી ની દુકાન દશેરાના દિવસ દરમિયાન પણ જોવા મળી હતી. જેના કારણે ફાફડા જલેબીનું વેચાણ કરનારાઓને તડાકો થઈ ગયો હતો. સુરતમાં ફાફડા જલેબી માટે પ્રખ્યાત દુકાન છે ત્યાં બુધવારે રાત્રીથી ગુરુવારે દિવસ દરમિયાન ખરીદી માટે ગ્રાહકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ એવી પણ કેટલીક દુકાનો હતી જ્યાં વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા જોવા મળ્યા હતા.
દશેરાના દિવસે સુરતની ફરસાણ માર્કેટમાં વિશેષ ચહલપહલ રહેતી હોય છે. હજારો કિલો ફાફડા-જલેબીનું વેચાણ થાય છે અને સ્થાનિક તેમજ બહારગામથી આવેલા લોકો પણ આ સ્વાદ માણવા ઉમટી પડે છે. સુરતીઓનો ફાફડા પ્રત્યેનો ક્રેઝે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સુરત માત્ર હીરા અને કાપડ માટે નહીં, પરંતુ ખાણીપીણી માટે પણ દેશભરમાં જાણીતું છે. દશેરાની પૂર્વ રાત્રે જોવા મળેલી આ ભીડ સુરતીઓના ઉત્સવ પ્રેમ અને સ્વાદ પ્રેમનો અનોખો મેળ જોવા મળ્યો હતો.








