સુરતમાં હચમચાવતી ઘટના: માતા બે સંતાનો સાથે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બાળકો બચી ગયા

Mother suicide attempt at Surat Railway Station: સુરતમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પર બે બાળકો સાથે માતા ટ્રેન આગળ સૂઈ ગઈ હતી. જોકે, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હાલ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મહિલાનું ઘટના સ્થળે જ મોત, બંને બાળકો સારવાર હેઠળ
મળતી માહિતી અનુસાર, મંગળવારે (12 ઓગસ્ટ) 27 વર્ષીય મહિલા બે બાળકો 3 વર્ષીય પુત્ર અને 5 વર્ષીય પુત્રી સાથે બપોરે 12 વાગ્યે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2ની આગળ પહોંચી હતી. આ દરમિયાન એક માલગાડી પસાર થતા ટ્રેન આગળ મહિલા બાળકો સાથે સૂઈ ગઈ હતી. ટ્રેનની અડફેટે આવતા મહિલાના શરીરના બે ટુકડાં થઈ ગયાં હતાં. જ્યારે બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઈ હતી. હાલ આ મહિલા કોણ છે તે અંગે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.