Gujarat

સુરતના પુણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકને ટાઇલ્સના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો

By GS TEAM
18 Nov 20251 min read
TukuTouch Logo
રાજ્યમાં જાણે ગુનાખોરી બેલગામ બની હોય તેમ ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે. તેમાં પણ 'ડાયમંડ સિટી' સુરત જાણે 'ક્રાઇમ કેપિટલ' બની રહ્યું હોય તેમ હત્યાના બનાવો સામાન્ય બની ગયા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં જ ત્રણ-ત્રણ હત્યાના બનાવો સામે આવતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં રૂપિયાની સામાન્ય લેતીદેતી જેવી બાબતે એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના પુણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકને ટાઇલ્સના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો

Surat Crime News: રાજ્યમાં જાણે ગુનાખોરી બેલગામ બની હોય તેમ ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે. તેમાં પણ 'ડાયમંડ સિટી' સુરત જાણે 'ક્રાઇમ કેપિટલ' બની રહ્યું હોય તેમ હત્યાના બનાવો સામાન્ય બની ગયા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં જ ત્રણ-ત્રણ હત્યાના બનાવો સામે આવતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં રૂપિયાની સામાન્ય લેતીદેતી જેવી બાબતે એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પુણા વિસ્તારમાં વિકી નામના શખ્સે લાલુ યાદવ (મૂળ બિહાર) નામના યુવક સાથે રૂપિયાની લેતીદેતી બાબતે બોલાચાલી કરી હતી. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિકીએ આવેશમાં આવી જઈ લાલુ યાદવ પર હુમલો કર્યો હતો. વિકીએ નજીકમાં પડેલી ટાઇલ્સ ઉઠાવી તેના ઉપરાછાપરી ઘા લાલુ યાદવને માથાના ભાગે મારી દેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

હત્યાના આ ચકચારી બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પુણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક લાલુ યાદવના મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી વિકીને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં 24 કલાકમાં ત્રણ હત્યાના બનાવોએ શહેરીજનોમાં ભયનો માહોલ પેદા કર્યો છે.