સુરત: એઆઈસીસી મંત્રીના ખાનગી કેમેરામેન આવ્યા બાદ પત્રકાર પરિષદ શરુ થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નેશનલ હેરાલ્ડ અને મનરેગા મુદ્દે કોંગ્રેસના એઆઇસીસીના મંત્રીની સુરત ખાતે પત્રકાર પરિષદ હતી. તેઓ સમય કરતાં પોણો કલાક મોડા આવ્યા હતા ત્યાર બાદ પણ પત્રકાર પરિષદ શરુ થઈ ન હતી તેનું કારણે એઆઇસીસીના મંત્રીના ખાનગી કેમેરામેન આવ્યો ન હતો. આ કેમેરામેન આવ્યા અને કેમેરા સેટીંગ બાદ તેઓએ પત્રકાર પરિષદ શરુ કરી હતી.
સુરત ખાતે એઆઇસીસીના મંત્રી દિવ્યા મદેરણા એ પત્રકાર પરિષદ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમની પત્રકાર પરિષદ નો સમય 12 વાગ્યાનો હતો પરંતુ તેઓ 12.40 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા. મીડિયા તેમની રાહ જોઈ બેઠુ હતું અને પત્રકાર પરિષદ શરુ કરવા માટે જણાવ્યુ હતું પરંતુ તેઓ તેમના પર્સનલ કેમેરામેનની રાહ જોતા હતા. તેમનો કેમેરામેન આવ્યા બાદ કેમેરા સેટિંગ કરવામાં આવ્યું અને એ કેમેરામેને ઓકે કહ્યા બાદ પત્રકાર પરિષધ શરુ કરવામાં આવી હતી. જેના કારણે એઆઇસીસીના મંત્રીને મીડિયા કરતા તેમનો પર્સનલ કેમેરામેન પુરી સ્પીચ રેકોર્ડ કરે તેમાં રસ હતો તેવી ચર્ચા શરુ થઈ હતી.








