Gujarat

સુરતમાં પ્રિમોન્સૂન કામગીરીના દાવા વચ્ચે ખુલ્લું ગટરનું ઢાંકણ બન્યું જોખમ

By GS TEAM
18 Jun 20262 mins read
TukuTouch Logo
મજરા ગેટથી મજૂરા ફાયર સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા 10 દિવસથી તૂટી ગયેલું ઢાંકણ, ગંભીર અકસ્માતની ભીતિ

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં પ્રિમોન્સૂન કામગીરીના દાવા વચ્ચે ખુલ્લું ગટરનું ઢાંકણ બન્યું જોખમ

Surat Corporation : ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત પાલિકા દ્વારા શહેરભરમાં પ્રિમોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે. ડ્રેનેજ લાઇન, સ્ટોર્મ ડ્રેન અને અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી રહી હોવાના દાવાઓ વચ્ચે મજરા ગેટ વિસ્તારથી મજૂરા ફાયર સ્ટેશન તરફ જતાં મુખ્ય માર્ગ પર ખુલ્લું અને તૂટી ગયેલું ગટરનું ઢાંકણ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યું છે. પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગટરનું ઢાંકણ છેલ્લા દસ દિવસથી તૂટી ગયેલી અને કોહવાયેલી હાલતમાં છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ સ્થળ આઈટીઆઈ કોલેજ સામે આવેલા વ્યસ્ત માર્ગ પર આવેલું હોવા છતાં અત્યાર સુધી કોઈ અધિકારીની નજર તેના પર પડી નથી. દિવસભર વાહનો અને રાહદારીઓની અવરજવર રહેતા વિસ્તારમાં ખુલ્લું ગટર અકસ્માતને આમંત્રણ આપી રહ્યું છે.

ચોમાસાની શરૂઆત પહેલાં જ આ જોખમ દૂર કરવું જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વરસાદ દરમિયાન પાણી ભરાવાની સ્થિતિમાં ખુલ્લું ગટર જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોના માથે આવશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. ઢાંકણ યોગ્ય રીતે રીપેર કરી સુરક્ષિત બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. વરસાદ દરમિયાન પાણી ભરાવાની સ્થિતિમાં ખુલ્લું ગટર જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોના માથે આવશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.