સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા

Liquor Party in Surat: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂની મહેફિલો યોજાવાના બનાવો અટકવાનું નામ લેતા નથી. ત્યારે ફરી એકવાર સુરત શહેરની વેસુ પોલીસે દારૂ પાર્ટી પર દરોડો પાડી 17 નબીરાઓને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વેસુ પોલીસે બાતમીના આધારે દરોડો પાડતાં દારૂની મહેફિલ માણતા 17 જેટલા ઈસમોને પકડી પાડ્યા હતા. પકડાયેલાઓમાં શહેરના વેપારી વર્ગ, નોકરિયાત તેમજ અભ્યાસ કરતા યુવાનોનો સમાવેશ થાય છે, જેઓ ક્રિકેટ રમ્યા બાદ દારૂની પાર્ટી કરી રહ્યા હતા.
પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે. આ 17 પૈકી ૪ નબીરાઓ નશાની હાલતમાં મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેમને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે તમામ પકડાયેલા ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.